તમિલનાડુમાં દરિયા કિનારે આવેલું મહાબલિપુરમ તેના પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. આ મંદિર પૈકી કેટલાક વિશ્વવારસામાં સ્થાન પામ્યા છે. તેમાં શોર ટેમ્પલ વિશિષ્ટ છે. આ શિવ મંદિરને સેવન પેગોડા પણ કહે છે.
શોર ટેમ્પલ આઠમી સદીમાં બંધાયેલું તેમાં ગ્રેનાઈટના પથ્થરો વપરાયેલા. આખુ સંકૂલ નાના મોટા ત્રણ મંદિરોનો સમુહ છે. આ મંદિરનો ઉપયોગ પ્રાચીન કાળમાં નાવિકો દિશાસૂચન માટે કરતાં. ૨૦૦૪ના સુનામીમાં દરિયાકાંઠાનું ધોવાણ થતા બીજા પ્રાચીન મંદિરો પણ મળી આવેલા. તેમાં હાથી, સિંહ અને મોરના એક જ પથ્થરમાંથી કોતરેલા વિશાળ શિલ્પો જાણીતા છે.
મુખ્ય મંદિર ૧૫ મીટરના ચોરસ પ્લેટફોર્મ પર ૬૦ ફૂટ ઊંચા પિરામીડ જેવું છે. આઠમી સદીમાં બંધાયેલું આ મંદિર જર્જરિત છે. પરંતુ તેમાંના શિલ્પો આજે પણ અકબંધ જોવા મળે છે.
સૌજન્ય : gujaratsamachar