Republic Day - 2019

15 March 2020

Indian Courser


Indian Courser (બદામી રણગોધલો)


ઉપરનું શરીર બદામી. છાતી અને પડખાં નારંગી. નીચલી છાતી કાળાશ પડતી. પેટાળ સફેદ. આંખમાં થઇ ઓળ તરફ જતી રેખા કાળી, નેણ સફેદ. આ કાળી અને ધોળી રેખાઓ માથા પાછળ ભેગી થાય. પૂંછડી ટૂંકી અને તેની ધાર સફેદ. કેદ સફેદ. પાંખો કાળી. માથું રતુંબડું. ચાંચ કાળી અને સહેજ વળેલી. પગ સફેદ અને લાંબા. નર-માદા સરખાં.
પ્રજનન ઋતુ જાન્યુઆરીથી ઓગસ્ટ. જમીન થોડી ખોતરીને ઈંડા મુકે. ઈંડા પર કક્ષ પડતા બદામી નાના મોટા ડાઘ અને ટપકાં, છુંદણા. આથી તે જલદી નજરે ચડતા નથી.
જીવાત, ખડમાંકડી, તીડ વગેરે તેનો ખોરાક.
સ્થાયી નિવાસી. ઠીક ઠીક વ્યાપક.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ