Indian Sandgrouse : વગડાઉ બટાવડો
આપણે ત્યાં સૌથી વધારે વ્યાપક આ બટાવડો. નરનું ઉપરનું શરીર
રેતિયા રાખોડી અને સાવ આછા બદામી રંગનું. તેમાં થોડા ઘેરા રંગના, બીજના ચંદ્ર જેવા
પુષ્કળ નિશાન તથા પીળા ડાઘ. ગાલ, દાઢી અને ગળું પીળાં. પેટાળ કાળાશ પડતું કથ્થાઈ.
છાતી નીચે આડો કાળો પટો. માદાનું ઉપરનું શરીર મેલું બદામી. તેમાં ઝીણી આડી અને ઉભી
પુષ્કળ રેખાઓ અને ટપકાની ભાત. ઉપલી છાતીમાં કાળા ટપકાની ઉભી રેખાઓ અને તેને છેડે
નીચલી છાતી ઉપર આડો આછો કાળો પટો. નીચેનું પેટાળ અને પડખાં આછા બદામી રંગનાં અને
તેમાં કાળાશ પડતી આડી હાર. સ્થાયી પંખી.
પ્રજનન ઋતુ લગભગ આખું વરસ, પણ મુખ્યત્વે નવેમ્બરથી મે. જમીન
ખોતરીને તેમાં થોડું ઘાસ પાથરીને માળા કરે.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ