Republic Day - 2019

24 March 2020

દરિયામાં રહેતો અજાયબ ઘોડો: સીહોર્સ



પૃથ્વી પરના પ્રાણીજગતમાં જમીન પર રહેનારા પ્રાણીઓ જેટલી જ વિવિધતા પાણીમાં રહેતા જળચરોમાં જોવા મળે છે. હજારો જાતની માછલી, કાચબા વગેરે જળચરોમાં દરિયાઈ ઘોડો કે સીહોર્સ અજાયબ જીવ છે.

માત્ર છ થી આઠ ઇંચ લાંબી આ માછલીનું મોં તદ્દન ઘોડા જેવું હોય છે. તે ઉભો રહીને પાણીમાં તરે છે. સીહોર્સ, લીલા, કેસરી, લાલ કે ચટાપટાવાળા પણ હોય છે. તેનું મોટું પેટ અને આગળની તરફ વળેલી પૂંછડી તેને વિશિષ્ટ દેખાવ આપે છે.

તેના પડખામાં બંને તરફ પાંખો હોય છે તે ઝડપથી વીંઝીને પાણીમાં રસ્તો કાપે છે. તે હંમેશા માથું ઉપર અને પૂછડી નીચે તેમ ઊભી સ્થિતિમાં તરે છે.
દક્ષિણ અને ઉત્તર અમેરિકાના દરિયાકાંઠે છીછરા પાણીમાં સીહોર્સ વધુ જોવા મળે છે. તે માછલીની જાત છે. પણ તેના શરીર પર ભીંગડા હોતા નથી. દરિયામાં લગભગ ૪૫ જાતના સીહોર્સ જોવા મળે છે.
સીહોર્સ એક જ એવું પ્રાણી છે કે જે માદા સીહોર્સ પોતાના ઇંડા નર સીહોર્સના પેટ ઉપર રહેલી કોથળીમાં મૂકીને ચાલી જાય છે. નર સી હોર્સ ઇંડા સેવીને બચ્ચાને જન્મ આપે છે. સી-હોર્સ જરૂર પડે ત્યારે શરીરનો રંગ બદલીને છૂપાઈ શકે છે. તે મોટા ભાગે મેનગુવ્રઝ જંગલ કે પરવાળાના ટાપુમાં રહે છે અને વનસ્પતિ ખાઈને જીવે છે.


સૌજન્ય : gujaratsamachar