ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાંગારૂ પેટ પર કોથળી ધરાવે છે. આ કોથળીમાં તે બચ્ચાંને સાચવે છે.
બચ્ચાં મોટા થયા પછી બહાર આવી આપમેળે હાલતા ચાલતા શીખે છે. કાંગારૂ ઓસ્ટ્રેલિયાનું પ્રતીક છે. તેના વિશે બીજી વાતો પણ જાણવા જેવી છે.
કાંગારૂ એક માત્ર પ્રાણી છે કે જે કૂદકા મારીને ચાલે છે.
કાંગારૂ પાછલા પગે ચાલી શક્તું નથી. તેના આગળના બે પગ ટૂંકા અને નબળા હોય છે. પાછલા બે પગ લાંબા અને મજબૂત હોય છે.
કૂદકા મારતી વખતે પાછલા પગ સ્વતંત્ર રીતે હલતા નથી પરંતુ કાંગારૂ પાણીમાં તરી પણ શકે છે અને તે વખતે પાછલા બે પગ સ્વતંત્ર રીતે હલાવે છે.
કાંગારૂ લીલું ઘાસ ખાઈને જીવે છે તેને પાણી પીવું પડતું નથી.
કાંગારૂ દિવસે સૂઈ જાય છે અને રાત્રે ચરવા નીકળે છે. તે વનસ્પતિ આહારી છે અને ગાયભેંસની જેમ ખોરાક વાગોળે છે.
સૌજન્ય : gujaratsamachar