Republic Day - 2019

12 March 2020

મોર

રંગબેરંગી પીંછાવાળું પક્ષી : મોર 

મોર લીલા-ભૂરા રંગના હોય છે. એના પીંછાં આશરે ૧૫૦ સેન્ટિમિટર લાંબા હોય છે. તેમ જ, પીંછાં સાથે એની લંબાઈ ૨૦૦થી ૨૩૫ સેન્ટિમિટર જેટલી થાય છે. મોરના પીંછાં લીલા અને સોનેરી રંગના હોય છે. એમાં ભૂરા અને કથ્થાઈ રંગના આંખો જેવા ટપકાં હોય છે. જ્યારે કે, શરીર પરના પીંછાં મોટા ભાગે ચળકતા ભૂરા અને લીલા રંગના હોય છે.
મોરનો દેખાવ એકદમ શાનદાર હોય છે. તેથી, એને ભારતના રાષ્ટ્રિય પક્ષી તરીકે પસંદ કરવામાં આવ્યું છે. મોર પવિત્ર પક્ષી છે. એના લીધે, ભારતના ગામડાંમાં જો મોર ખેતરોને નુકસાન કરે, તોપણ ખેડૂતો એને ત્યાંથી ભગાવતા નથી.
મોર કળા કરીને નાચવા માટે ઘણા જ જાણીતા છે. પરંતુ, મોર શા માટે એમ કરે છે? તે ઢેલને પોતાની તરફ આકર્ષવા માટે એમ કરે છે. જો મોરને ઊડવું હોય તો, એને પોતાના પીંછાં જરાય નડતા નથી. તેમ જ, એ એક વાર ઊડવાનું શરૂ કરે તો, ઝડપથી પાંખો ફફડાવીને ઊડી શકે છે.