Common Wood shrike ( વનકશ્યો )
વન કશ્યો શરમાળ નથી છતાં સામાન્ય લોકોની નજરે ચડતો નથી.
તેનાં બે કારણ. એક તો ઝાડનાં ડાળી-પાંદડાઓમાં ફર્યા કરવાની ટેવ. બીજું ઉડીને આંખે
વળગે તેવા રંગોનો અભાવ.
વન કશ્યાનું ઉપરનું શરીર આછું રાખોડી બદામી. પૂંછડી મધ્યમ
લંબાઈની અને રંગે બદામી. તેનાં વચલાં પીંછાં રાખોડી છાયાવાળા અને બાજુઓનાં પીછાં
ધોળાં. નેણ સફેદ. આંખમાં થઈને કાન સુધીનો પટો ઘેરો બદામી. પેટાળ આછું રાખોડી. ચાંચ
અને પગ શિંગડીયા રંગનાં. માળાનો આંખનો પટો થોડો અછ રંગનો. તે સિવાય નર-માદા સરખાં.
વન કશ્યો ભારતભરમાં ફેલાયેલો હોવા છતાં તેના વ્યાપના
પ્રમાણમાં ઓછો જાણીતો. તેના દેખાવમાં રંગ ભભક નથી છતાં તે છે ગમી જાય તેવું ચપળ
પંખી. છોડના ડાળી પાંદડાઓમાં સ્ફૂર્તિથી ઘૂમતાં અને થોડી થોડીવારે મીઠા અવાજે પોતાની
હાજરીની જન કરતાં વન કશ્યા પરથી જલદીથી નજર ખસેડવાનું મન ન થાય.
માહિતી સાભાર
: લાલસિંહ રાઓલ