દેવચકલી : Indian
Robin
આ પક્ષીને સ્થાનિક
ભાષામાં કાળીદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. કદમાં ચકલી કરતાં ખાસ મોટું હોતું નથી, નરનો રંગ કાળો પણ અંદર ભૂરી ઝાંયવાળો. શિયાળામાં
પીઠ પર કથ્થાઇ રાખોડી હોય છે. તેનાં ચાંચ અને પગ કાળા રંગના, આંખ પણ કાળા રંગની હોય છે. માદાનો રંગ કથ્થાઇ હોય છે. ગુજરાત તથા
ભારતમાં બધેજ, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા વિગેરે
બધેજ જોવા મળે છે. આ પક્ષી ખુલ્લા પથરાળ તેમજ ઘાંસીયા મેદાન, વગડામાં તેમજ માનવ વસાહતો પાસે જોવા મળે છે. જીણી જીવાત અને ઉધઇ ખાય છે. સાંજનાં
સમયે ઉડતી જીવાત ખાવા માટે ટેવાયેલ હોય છે.
આ પક્ષી ખડકોનાં
પોલાણ, થડનાં પોલાણ તથા દિવાલોનાં ખાંચામાં
માળો બનાવે છે. માળામાં ૪ થી ૬ ઇંડા મૂકે છે. તેનાં ઇંડા લીલા કે ગુલાબી ટપકાંવાળા
રતાશપડતાં કે કથ્થાઇ પીળા રંગનાં હોય છે. જોકે વિસ્તાર પ્રમાણે તેમાં ઘણુ વૈવિધ્ય
હોય છે.