Republic Day - 2019

17 February 2020

રાજી – પીતકંઠ ચકલી


રાજી પીતકંઠ ચકલી(YELLOW THROATED SPARROW)


આ ચકલીનું બીજું નામ રાજી પણ છે ને એવી દેખાવડી છે કે આપણે જોઇને રાજી જ થઈએ. નર માદામાં થોડો જ ફેર છે. નર ઉપરથી રાખોડી ભૂખરો. આપણી ચકલી જેવો જ લાગે પણ બહુ સ્વચ્છ અને સુઘડ લાગે. એને રાખોડી સફેદ ગળામાં મજાનો પૂનમના ચંદ્ર જેવો બરોબર ગોળ પીળો ઘેરો ચાંદલો છે, એ એની મુખ્ય ઓળખાણ. વધુમાં પાંખમાં ખભા પાસે ખૂબ જ સરસ ચળકતો લાલ રંગ છે. પાંખમાં સફેદ બે પટ્ટા છે. ઉપલો સફેદ ને નીચેનો પૂંછડી તરફ બદામી.

માદાને પીળો ચાંદલો ને લાલ ખભો ઝાંખો હોય છે. ને ખભો બજરિયા જેવો છે. ચાંચ કાળી ચમકતી, જાડી, મજબુત ને જરા લાંબી છે. અને અણીદાર છે. પગ રાખોડી જેવા હોય છે.

ઉનાળો ચૈત્રથી અષાઢમાં માળા કરે. શિયાળે ટોળામાં જોવા મળે. ગામના પાદરમાં જ હોય, ગામમાં આવતી નથી. બગીચો હોય તો આવે. અવાજ ઘરની ચકલી કરતા જુદો છે. સંચાર થતા ઉડીને ઝાડમાં જ બેસે. મોટે ભાગે ઝાડ પર જ રહે છે. માળો સૂકા ઘાસનો, ઝાડની બખોલમાં જ કરે છે. ને લક્કડફોડ કે પોપટના કોતરી કાઢેલા કાણા પર બનાવે.ઈંડા લીલાશ પડતા સફેદ અને તેમાં ચોકલેટ રંગની રેખાઓ ધાબા વગેરે હોય છે. આપણે ત્યાં બારેમાસ વસતું છતાં સાવ અજાણ્યું આ પંખી ખરેખર રૂપાળું ને જોવા જેવું છે.
માહિતી સાભાર : હર્ષદ જોશી