ચીબરી (Spotted
Owlet)
ચીબરી ઘુવડ વર્ગનું પક્ષી હોવા છતાં સંપૂર્ણ નિશાચર પક્ષી
નથી.
ચીબરી નાના કદનું, મજબૂત, જાડું અને તગડું શરીર
ધરાવતું ઘુવડ છે. તેના શરીરના ઉપલા ભાગો રાખોડી-ભૂરા રંગના અને તેમાં સફેદ રંગનાં
ટપકાંઓ હોય છે. તેના શરીરના નીચેના ભાગો સફેદ રંગના અને તેમાં બ્રાઉન રંગની પટ્ટીઓ
હોય છે. ચહેરાનો રંગ શરીરના રંગ કરતાં આછો અને આંખો મોટી અને પીળી હોય છે. ગળાની
ફરતે નિસ્તેજ સફેદ રંગનો પટ્ટો આવેલ હોય છે.
તેનો મુખ્ય ખોરાક નાના મોટા જીવ જંતુઓ, ગરોળીઓ, ઉંદરો અને નાના પક્ષીઓ છે.
ચીબરી સંધ્યાકાળે દેખાતું પક્ષી છે, છતાં તે ક્યારેક તે દિવસના પણ જોવા મળે છે. તે
વાવેતર કરેલ વિસ્તારો અને માનવ વસવાટ સહિતના ખુલ્લા આવાસોનું સામાન્ય રહેવાસી
પક્ષી છે. તે વૃક્ષો કે પ્રાચીન અને મોટી ઇમારતોની બખોલ કે તિરાળોમાં માળા બનાવે
છે.
તેની માળા બાંધવાની ઋતુ નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીની છે.
તે જૂના વૃક્ષ અથવા જર્જરિત દિવાલોની બખોલમાં માળો બનાવે છે. તે 3 અથવા 4 સફેદ રંગના ઇંડા મૂકે છે. નર અને માદા બંને ઘરેલું ફરજો સરખે ભાગે વહેંચીને
કરે છે.
માહિતી સાભાર : નિસર્ગ સેતુ