Republic Day - 2019

02 February 2020

નીલ જલમુરઘો


નીલ જલમુરઘો  (Grey Headed Swamphen)



સંતાકુકડીઓના કુળનાં પંખીઓમાં નીલ જલમુરઘાને વધારે બોલકણો કહી શકાય. જાત જાતના કર્કશ અવાજ કરે. મોટે ભાગે પાન/ચીયા અને પાણીમાંની વનસ્પતિમાં રહે અને તેમાં રહીને બોલ્યા કરે. પોતાના કુળની ખાસિયત મુજબ હરતાં ફરતાં ટૂંકી પૂંછડી ઉંચી નીચી કાર્ય કરે. અનુકૂળ જળાશયોમાં સારી સંખ્યામાં હોય, પણ ખુલ્લા પાણીવાળા ભાગમાં બહુ નીકળતા ન હોવાથી સંખ્યા તેટલી દેખાય નહીં. તરવામાં કુશળ ખરા, પણ ભાગ્યે જ તરતાં જોવા મળે. સંતાકુકડીઓના અને જલમુરઘાના પ્રમાણમાં ઓછો શરમાળ. આપણું નિવાસી પંખી, પણ ચોમાસા બાદ ઉત્તર પ્રદેશમાંથી બીજાં આવે છે તે વખતે સંખ્યા વધારે થાય. પાણીમાં ઊગેલ ગીચ ચીયા/પાન તથા અન્ય વનસ્પતિમાં ચોમાસામાં ઘાસના માળા કરે.
અનાજ, પાણીની વનસ્પતિનાં બીજ, તેમની ઇયળો અને જીવાત એ તેમનો ખોરાક.
રંગે ભભકદાર પણ આકૃતિએ સુંદર નહીં. આખું શરીર જાંબલી ઝાંયવાળા વાદળી રંગનું. પૂંછડી નીચેનો ભાગ  સફેદ. ચાંચ મોટી અને લાલ. આંગળીઓ લાંબી. તેને લીધે ગીચ તરતી વનસ્પતિ ઉપર પણ ચાલી શકે. નર-માદા સરખાં. પાણી કાંઠાની વનસ્પતિ બહાર નીકળે એટલે તરત તેનાં તરફ નજર જાય એવો આકર્ષક રંગ. એકંદરે ઠીક ઠીક સુલભ પંખી.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ