શોબિગી – Common Iora (Aegithina tiphia)
ચકલી જેવડા કદનાં અનેક રૂપાળા પક્ષીઓ પૃથ્વીની શોભા વધારે
છે. માંડ ૨૫ સે.મી. જેટલું એક પક્ષી છે કોમન આયોરા. આ તેનું અંગ્રેજી નામ છે. ‘શો...બિ...ગી..., શો...બિ...ગી...,’ જેવી મીઠી વાણીને
કારણે તે શોબિગી નામે ઓળખાય છે. ભારતીય ઉપખંડનું શોબિગી ચકલીના કદનું પક્ષી છે. આ
પક્ષીની પેટા પ્રજાતિ પણ જોવા મળી છે. એનો મીઠો ટહુકો અને આકર્ષક રંગને કારણે એને
ઓળખવું તદ્દન સહેલું છે. મીઠો ટહુકો સૌને આકર્ષે કુદરતે શોબિગીને પીળા, સફેદ ને કાળા
રંગનું સૌંદર્ય બક્ષ્યું છે. વળી, મીઠો ટહુકો આપ્યો છે. અને એટલે જ એને જોતાંની
સાથે જ વહાલ કરવાનું મન થઈ ઊઠે. ચાર-પાંચ વાર તે મીઠું મીઠું બોલીને સૌનું એવું તો
મન મોહી લે છે કે આસપાસનું આખું વાતાવરણ સૌંદર્યમય બની જાય. તે ગાયા કરે ને આપણે
એનો ટહુકો સાંભળ્યા કરીએ.
કહેવાય છે કે શોબિગી ઋતુ અનુસાર રંગ બદલે છે. તેની સુંદર
કાળી પાંખમાં સફેદ પટ્ટા છે. ગળું, પેટ અને છાતીનો ભાગ સોનેરી પીળા રંગનો છે.
શિયાળો શરૂ થતાં જ તેનો કાળો રંગ જતો રહે અને તેને બદલે થોડો પીળાશ પડતો લીલો રંગ
આવી જાય. જોકે, આ રંગનો ફેરફાર નર શોબિગીમાં જ જોવા મળે છે. માદા શોબિગીનો રંગ નથી બદલાતો.
એના શરીરનો ઉપરનો ભાગ મેલખાઉ લીલો ને નીચે પીળો રંગ હોય છે. સાથે રહેવામાં માને છે
મોટા ભાગે ઝાડ પર રહેતું શોબિગી એકાંતમાં ભાગ્યે જ જોવા મળે છે. બે-ત્રણ શોબિગી
ભેગા જ હોય.
શોબિગી ને ભાવતું ભોજન ઝાડના પાંદડાં ને ડાળીઓમાં રહેતી
જીવાત તેનો મુખ્ય ખોરાક છે. ખોરાક મેળવવા માટે શોબિગી કુશળ ખેલાડીની જેમ જુદા-જુદા
કરતબ કરે ને છેવટે તેને સફળતા મળે.
(divyabhaskar)