Brahminy kite
: શ્વેતશિર સમડી /
ભગવી સમડી
સમડીથી નાનું કદ,
પણ રંગે રૂપે વધારે આકર્ષક પંખી. માથું, ડોક, ગળું અને છાતી સફેદ. બાકીનો ભાગ ઘોડા
જેવો લાલ. ચાંચ કાળાશ પડતી. પગ મેલા પીળા. ઊડવામાં સમડી જેવી. પૂંછડી છેડેથી ગોળ;
સમડીની માફક ખાંચાવાળી નહીં. બચ્ચાં રંગે સમડી જેવાં, પણ ગોળ પૂંછડીથી ઓળખાય જાય.
મુખ્યત્વે પાણીકાંઠા નજીક દેખાય. સ્વભાવે શરમાળ અને બીકણ. કાગડા અને સમડી તેની
પાસેથી ખોરાક પડાવી જાય. અવાજ બિલાડીને મળતો.
માહિતી
સાભાર : લાલસિંહ રાઓલ