મધીયો બાજ આમતો જંગલ નું પક્ષી છે, તે છતાં તે ગામ ની સીમ, વગડા માં જોવા મળી જાય, કવચિત શહેરી વિસ્તાર માં પણ દેખા દે. મધીયો બાજ તેના નામ પ્રમાણે મધ ખાવાનો શોખીન. મધપુડા માં ચાંચ મારી ને મધપૂડો ખાય, મધ એનું પ્રિય ખોરાક પણ અન્ય નાના જીવો નો પણ શિકાર કરે.
મધીયા બાજ ની બ્રીડીંગ સીઝન માર્ચ થી જુલાઈ ની ગણાય. ઉંચા વૃક્ષ પર માળો બાંધે. મધીયો બાજ માઈગ્રેશન પણ કરે છે, ઘણા અહીં સ્થાનિક વસવાટ કરે છે પણ માર્ચ થી શરુ કરીને બહાર નાં દેશો માંથી પણ ઘણા બધા મધીયા બાજ અહીં આવે અને લગભગ ઓગસ્ટ સુધી રોકાય. દક્ષિણ ભારત માં મોટા ભાગ નાં મધીયા બાજ સ્થાનિક છે.