Republic Day - 2019

17 February 2020

રાતી સંતાકૂકડી


રાતી સંતાકૂકડી (Ruddy-breasted Crake)

 સવાર સાંજના આછા અજવાળાના સમયે નદી તળાવોના કિનારે ફરવા ચારેક જાતની સંતાકૂકડીઓ જોવા મળે. સંતાકુકાડીઓ સ્વભાવે બહુ શરમાળ. મુખ્યત્વે જળાશયોના કાંઠાની પાનમાં ફરતી રહે. નજીકની ખુલ્લી જમીનમાં ક્યારેક સવારસાંજ સાવચેતીપૂર્વક ચરવા નીકળે. તેમને જોવા માટે અનુકૂળ સ્થાન શોધી, એક જગ્યાએ શાંતિથી બેસી, આસપાસ નજર ફેરવતા રહેવાનું. કરણ, માણસની જરાક ફરફર થતાં દોડીને તે ચીયામાં સંતાઈ જાય. સંતાકુકાડીઓ સમુહમાં રહેનાર પંખી નથી. એક કે બે જોવા મળે.
રાતી સંતાકૂકડી શિયાળામાં આપણે ત્યાં ઠંડા પ્રદેશોમાંથી આવે છે અને શિયાળો ઉતરતાં પોતાના પ્રદેશમાં પાછાં જતાં રહે છે. આ પક્ષી કાદવ કે છીછરા પાણીમાં પોતાનો ખોરાક મેળવે છે.    
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ