Great white pelican (ગુલાબી પેણ )
ગીધ જેટલું મોટું પક્ષી સફેદ અને ગુલાબી ઝાંયવાળો રંગ ધરાવે છે.
છાતી ઉપરથી પીળાં પીંછાનું ઝૂમખું
ઝૂલતું હોય છે. નાનકડી કલગી ધરાવે છે. કપાળ ઉપરનાં પીંછાં ચાંચ સુધી હોય છે. પાંખમાં કાળાં પીંછાં પણ હોય છે.
નર-માદા દેખાવમાં સરખાં હોય છે.
માદા કદમાં થોડી નાની હોય છે. આ પક્ષી આપણા પ્રદેશમાં રહે
છે. સાથે ઠંડા પ્રદેશમાંથી આવતું શિયાળું મહેમાન પણ છે. નાનાં તળાવો અને લગુનમાં પંજાબ, રાજસ્થાન અને કોઈક વખત દક્ષિણ ભારતમાં જોવા મળે છે. સમૂહમાં પાણીમાં મસ્તી કરતાં જોવા મળે છે. પ્રજનન
સમય ફેબ્રુઆરીથી એપ્રિલ છે. ૧૯૬૦માં
કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓની વચ્ચે આ પક્ષીનાં માળા મળેલાં. પૂર્વીય યુરોપ અને મધ્ય પૂર્વમાં પણ પ્રજનન
કરે છે. સપાટ જમીન ઉપર પીછાં ગોઠવી માળો ચણે
છે. તેની ઉપર હાથીદાંતના જેવા રંગના બે ઇંડાં મૂકે છે. તરુણ પક્ષી મેશ જેવું કાળું હોય છે.
માહિતી : ડૉ. અશોક એસ. કોઠારી