હરીયાળ અથવા હરીયલ, જેને અંગ્રેજીમાં યલ્લો-ફુટ્ડ્ ગ્રીન-પીજન (Yellow-footed green pigeon) અને વૈજ્ઞાનીક નામે જેને ટ્રેરોન ફોએનિકોપ્ટેરા (Treron phoenicoptera) તરીકે ઓળખાય છે તે ગુજરાત રાજ્યના વનરાજી ધરાવતા વિસ્તારોમાં જોવા મળતું કપોત કુળનું મુખ્યત્વે લીલા રંગનું એક સામાન્ય પક્ષી છે. આ પક્ષીમાં નર અને માદા પક્ષીના રંગોમાં બહુ ઓછો તફાવત હોય છે. તે ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું રાજ્ય-પક્ષી છે. અને મરાઠીમાં પણ એને હરીયલ તરીકે જ ઓળખવામાં આવે છે.
આ પક્ષીનો મુખ્ય ખોરાક ફળો અને ખાસ કરીને અંજીર કુળના વૃક્ષોના ફળો છે. વહેલી સવારે આ પક્ષીઓ મોટેભાગે ઘટાદાર વૃક્ષોની ટોચ પર તડકાનો આનંદ લેતા જોવા મળે છે. સાસણ-ગીર જેવા ગુજરાતનાં જંગલોમાં તે આસાનીથી જોવા મળી જાય છે. જો પૂરતી વનરાજી મળે તો શહેરમાં પણ રહેવામાં આ પક્ષીને વાંધો આવતો નથી.
માહિતી સ્રોત : Wiki