Republic Day - 2019

19 February 2020

Purple Heron : નડી બગલો

Purple Heron : નડી બગલો 

કદમાં કબૂત બગલા કરતા સહેજ નાનો તથા એકવડીયો. ઉપરનું શરીર રાખોડી જાંબલી. સૂર્યપ્રકાશમાં ચમક મારે. ડોક લાંબી, રંગે રતુંબડી. તેમાં વાદળી, કાળો અને સફેદ એમ ત્રણ પટા. દાઢી સફેદ. છાતી ઉપર કાળી તથા કથ્થાઈ રેખાઓવાળા આછા બદામી રંગનાં નરમ લાંબા પીંછાં. છાતી કથ્થાઈ બદામી. પેટાળ કાળાશ પડતું તપખીરી. પાંખો અને પૂંછડી સ્લેટીયા રંગનાં. ચહેરા ઉપરની ચામડી લીલાશપડતી પીળી. ચાંચ લાંબી અને પીળી. પગ લીલાશપડતા કે રતાશ પડતા બદામી. માથે લાંબા કાળા નરમ પીંછાની ચોટલી. નર-માદા સરખાં. પાણી કાંઠાની વનસ્પતિમાં એકલદોકલ દેખાય. કબૂત બગલાની જેમ ખુલ્લામાં બહુ ન આવે.આસપાસના વાતાવરણ સાથે આબાદ ભળી જાય તેવાં રંગને લીધે ઝટ નજરે ન ચડે. દરિયાકિનારાના પ્રદેશમાં વધારે નજરે ચડે.

માહિતી સાભાર : લાલસિંહ રાઓલ