Republic Day - 2019

13 August 2018

Little Stint

Little Stint (કાળા પગ કીચડીયો )


કદ અને દેખાવે ઉજળા પગ કીચાડીયા જેવો જ. ફરક બહુ ઓછો. કાળા પગ કીચડીયાને  પીઠ ઉપર મેલા ધોળા રંગની અંગ્રેજી “વી” અક્ષર જેવી ભાત હોય છે. તેના ચાંચ અને પગ બંને કાળા. છાતી સફેદ. પૂંછડીના બાજુના પીંછાં સફેદને બદલે આછા ધુમાળીયા બદામી. ઉજળા પગ કીચાડીયાથી જુદો ઓળખવામાં પૂંછડી અને પગ મદદરૂપ બને. દરિયાકિનારે વધારે રહે. મોટાં ટોળાં હોય. અંદરના પ્રદેશના જળાશયોમાં ઓછા દેખાય. નર-માદા સરખાં.
ઉનાળો આવતાં આ બંને કીચડીયોનો રંગ ઉપરના ભાગે બદામી થઇ જાય. બંનેનો રંગ આસપાસના વાતાવરણ સાથે એવો મળી જાય કે હાલચાલ કરે ત્યારે ખ્યાલ આવે. બંનેની ચાંચ સીધી અને નાની. બંનેનો ખોરાક પાણી કાંઠાની જીવાત. જીનકા એવા આ બંને કીચડીયા બહુ લાંબો પ્રકાસ કરીને શિયાળો ગાળવા આપણે ત્યાં આવે છે. તેમનું વતન યુરોપ, રશિયા અને સાઈબીરિયાનો ઉત્તરનો ભાગ. હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને અહીં આવનાર આ નાનકડા પંખીના નાજુક દેહમાં કુદરતે કેટલી શક્તિ મૂકી છે !
(પ્રકૃતિ પરિચય શ્રેણી ભાગ.૨માંથી સાભાર)