Republic Day - 2019

18 August 2018

Common Greenshank / લીલા પગ તુતવારી



રાતાપગની માફક લીલાપગના ચાંચ અને પગ લાંબા. ચાંચ ઉપરની તરફ સહેજ વળેલી. રાતાપગના શરીરીના ઉપલા ભાગનો રંગ બદામી જયારે લીલાપગનો રાખોડી. માથું, ડોક અને ગળાનો રંગ વધારે આછો અને તેમાં ઝાંખી ટૂંકી રેખાઓ. પેટાળ ધોળું. પગ લીલા. ચાંચ મેલી બદામી, લીલાશ પડતી પણ દૂરથી કાળા જેવી લાગે. પીઠ અને કેડનો સફેદ ભાગ રાતાપગ કરતાં વિસ્તારમાં વધારે. રાતાપગની પાંખમાં હોય છે તેવો સફેદ પટો આની પાંખમાં નથી. નર-માદા સરખા.

રાતાપગ કરતાં લીલાપગ સંખ્યામાં હંમેશ ઓછાં દેખાયાં છે. વળી જ્યાં હોય ત્યાં પણ અક્કેક બબ્બે એમ છુટક છુટક બીજાં પંખીઓ સાથે ચરતાં હોય. લીલાપગનો અવાજ રાતાપગને મળતો પણ આછો તીવ્ર.

ઉત્તર યુરોપથી લઇ મધ્ય રશિયા અને ત્યાંથી છેક કામશ્ચાટકા દ્વિપકલ્પ સુધીનો વિશાળ વિસ્તાર લીલાપગનું વતન. 

(પ્રકૃતિ પરિચય શ્રેણી ભાગ.૨ પાણીના સંગાથીમાંથી સાભાર)