Republic Day - 2019

29 August 2018

Black- tailed Godwit

Black- tailed Godwit : મોટો ગડેરો

               બંને ગડેરામાં મોટો ગડેરો કદમાં થોડો મોટો. તેના પગ અને ચાંચ લાંબા. ચાંચ સીધી, મૂળથી અડધે સુધી ગુલાબી, પછી કાળાશ પડતી. પગ લીલાશ પડતા રાખોડી. ચોમાસા બાદ અહીં આવે ત્યારે તેનો રંગ ઉપરના ભાગે બદામી અને નીચે મેલો ધોળો. પૂંછડીના છેડે પહોળો કાળો પટ્ટો અને તેની ઉપરનો ભાગ સફેદ. તેને ઓળખવાની તે મુખ્ય નિશાની ઉડે ત્યારે પાંખમાં કાળા અને સફેદ પટ્ટા દેખાય. 
          શિયાળો ઉતરતાં ગડેરાનો રંગ બદલાવા માંડે. માથું, ડોક, ગળું અને છાતી રતુંબડા થઇ જાય. ઉપલી પીઠમાં રતુંબડા અને કાળા ડાઘાની ભાત. પેટાળ ધોળાશ પડતું અને પડખામાં કાળાશ પડતા નાનાં આડા પટ્ટા. રતુંબડા માથા ઉપર આછી બદામી રેખાઓ. મોટો ગડેરો મેં મહિના સુધી જોવા મળી જાય. તે વખતે ઘણા ખરા તેમનાં ઉનાળુ પોશાકમાં પુરેપુરા આવી ગયા હોય.
         મોટો ગડેરો થોડો ઝગડાખોર. બે પંખી અવારનવાર સામસામે આથડી પડે. ટોળામાં ચરતાં હોય ત્યારે વારંવાર બોલ્યા કરે.
         નર-માદા દેખાવે સરખાં, પણ માંદા કદમાં મોટી.
    મોટા ગડેરાનું વતન ડેન્માર્ક - હોલેન્ડથી માંડી યુરોપ અને એશિયાનો આખો મધ્ય ભાગ અને ત્યાંથી સાઈબીરીયાના પૂર્વ કિનારા સુધી. માળા કરવા તે ઉનાળો આવતાં ત્યાં જતાં રહે. 

- "પાણીના સંગાથી"માંથી સાભાર.