Republic Day - 2019

11 October 2018

European Roller

કાશ્મીરી ચાસ / કાશ્મીરી નીલકંઠ
European Roller (Coracias Garrulus)

જેની રંગ ભભક જોઈને આંખ ત્યાંથી ખસે નહિ એવું પંખી એટલે ચાષ. બેઠો હોય ત્યારે પોતાનો રંગ વૈભવ સંકેલી લીધો તેમ સાદો લાગે. તે પતરંગા કે કાળિયા કોશી જેવું તરવરાટવાળું પંખી નથી. ઝાડની આગળપડતી દળ, વીજળીના-ટેલિફોનના થાંભલા કે તાર ઉપર ચાષ શાંતિથી બેસી રહે. જમીનથી નજીક પથ્થર કે છોડ ઉપર બેઠો તો ભૂખરા અને બદામી રંગને લીધે એકદમ નજરે ના ચડે. માથું મોટું. શરીર ભરાવદાર અને સ્વભાવે શાંત. માળા બાંધવાની ઋતુ સિવાય બહુ ઓછું બોલે.
ચાષની ખરી શોભા તે ઉડે ત્યારે જોવા મળે. સાવ સાદો દેખાતો ચાષ તે વખતે રંગનો ફુવારો બની જાય. ઘેરા વાદળી, આછા વાદળી, જાંબલી અને લીલછોયા રંગોના ઝબકારાથી તે વખતે અંજાઈ જઈએ. સ્તબ્ધ થઇ ઘડીભર તાકી રહીએ એવો આકર્ષક તે વખતે ચાષ લાગે. આ બધાં રંગો તેની પાંખ અને પૂંછડીમાં છે અને તે ખુલે ત્યારે દેખાય.
- "આસપાસના પંખી" માંથી સાભાર