Republic Day - 2019

12 October 2018

Black Drongo

Black Drongo : કાળો કોશી

કાળો કોશી આપણા ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં જોવા મળતું વાડી-વગડાનું પક્ષી છે. તેને પક્ષીજગતના પોલીસનું બિરૂદ મળેલું છે. તળપદી બોલીમાં તેને "પટેલ"ના નામે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજો તેને 'હિઝ રોયલ હાઈનેસ' તરીકે ઓળખે છે, હિન્દીમાં તેને કોતવાલ અથવા ઠાકુરજી તરીકે ઓળખવામાં આવે છે.

તેનું શરીર ૧૩ ઈંચ જેટલું લાંબુ હોય છે, જેમાં પુંછડીનો ભાગ અડધી લંબાઈ ધરાવતો હોય છે. આ લડાયક પક્ષીની આંખ લાલ હોય છે. સમડી, કાગડા, ખેરખટ્ટા જેવાં પક્ષીઓ સાથે કાળો કોશી લડી લેતો હોય છે. તે પોતાની સીમા-વિસ્તારમાં બળવાન તેમ જ મોટાં પક્ષીઓની પાછળ પડી ભગાડી મૂકે છે. આ પક્ષી ઊડવામાં ચપળ હોય છે, જેથી ઝાડ, દિવાલ, વીજળી-ટેલીફોનના તાર પર બેસીને જમીન પરથી જીવડાંને તરાપ મારી પકડીને ફરી ઉપર આવી જાય છે. તે ચૈત્ર તેમ જ અષાઢ મહિનામાં માળા બનાવી ઈંડા મૂકે છે. તેનો માળો ફરતેથી ખુલ્લો હોય છે. લેલાં, પીળક જેવા પક્ષીઓ કાળા કોશીના માળા નજીક (પોતાનાને માળા રક્ષણ મળશે તેવા હેતુથી) તેમના માળા બનાવતા હોય છે.