Republic Day - 2019

16 October 2018

Blacknecked Stork


Blacknecked Stork : કાળી ડોક ઢોંક 

ચાંચ, પગ અને ડોક લાંબા ધરાવતા હોય તથા ભરાવદાર મોટું કદ હોય તેવાં બગલાને ઢોંક (Stork) બગલા તરીકે ઓળખાતા હોય છે. ભારતભરમાં જોવા મળતી ઢોંક પ્રજાતિઓમાંથી આપણે ત્યાં છ પ્રજાતિના ઢોંક જોવા મળે છે. ઢોંક બગલા મોટા ભાગે ભીનાં, કીચાડીયા, નદીનાળા, તળાવ, ખેતરો અને દરિયાઈ વગેરે જેવી ભીની-ભેજવાળી જગ્યાઓમાં રહેવું પસંદ કરતાં હોય છે. આવાં વિસ્તારોમાં આપણને અલગ-અલગ પ્રજાતિના ઢોંક બગલા જોવા મળી જાય છે.
ગુજરાતભરમાં જોવા મળતી ઢોંક પ્રજાતિના પક્ષીઓમાંનું Blacknecked Stork સૌથી સુંદર દેખાવડું અને કદાવર પક્ષી છે. આપણે ત્યાં આ પક્ષી કાયમ જોવા મળે છે.
કાળી ડોક ઢોંકની સંખ્યા બીજી ઢોંક પક્ષીઓ કરતાં ખૂબ જ ઓછી છે. આ પક્ષી ભયના આરે આવી પહોંચેલ છે. ઘણાં બધાં કારણોસર આ પક્ષી ભય હેઠળ જીવી રહ્યું છે. જેવા કે, જલપ્લાવિત વિસ્તારોનો બિનકાયદાકીય  રીતે ઉપયોગ કરવો, પોતાના માળા બનાવવા માટે યોગ્ય જગ્યા (ઝાડ) ના મળવું, કૃષિ ઉત્પાદનોનું અતિક્રમણ સાથે અતિપ્રમાણમાં માછીમારી કરવાથી પણ તથા અતિ ચરિયાણ અને શિકાર થવો વગેરે જેવા કારણોથી આ પક્ષીની સંખ્યામાં ઘણો બધો ઘટાડો થઇ રહ્યો છે.
- માહિતી : નુરમહોમ્મદ ગીર સૃષ્ટિ અંકના લેખમાંથી સાભાર