કવિઓનું માનીતું પક્ષી: ચાતક
સૌરાષ્ટ્રમાં એને
‘ મોતીડો ‘ કહે છે. અંગ્રેજીમાં નામ ‘ પાઈડ ક્રેષ્ટેડ કક્કુ ‘ પાઈડ એટલે કાબર ચીતરું. ખરી રીતે કાળું અને
ધોળું. ક્રેષ્ટેડ એટલે કલગીવાળું. અને કકકું તો એ કૂળનું નામ છે.
આ રીતે ચાતક એ દૈયડ જેવા રંગનો છે. ઉપરથી કાળો, નીચેથી ધોળો. પાંખમાં ધોળો પટ્ટો ને પૂંછડીના છેડા સફેદ. પૂંછડી માં ચડ-ઉતારી પીંછા છે. માથે કાળી કલગી છે. કાળા રંગના બધા જ પંખીને મોટે ભાગે લીલાશ પડતા ચમકતા વાદળી રંગની ઝાંઈ હોય છે. આમ ચાતકને પણ છે. નર માદા એક સરખા જ છે. અને કદે હોલા જેવડું લગભગ ૧૩ ઈંચનું પણ જરા દુબળું એકવડું લાગે.
કલગીને લીધે ખાસ કરીને વિશેષ શોભતું આ રૂપાળું પંખી ખુબ જાણીતું છે. એનો અવાજ દુર-દુર એકાદ માઈલ સુધી સંભળાય છે. ઘટામાં વસનારું અને ઝાડની ટોચે કે ડાળીને છેડે બેસી ને જ બોલનારું હોવા છતાં જાળા ઝાંખરામાં ફરતું અને બોલતું પક્ષી છે.
આમ તો આખા ભારતમાં બારેમાસ વસે છે. પરંતુ ઋતુ પ્રમાણે સ્થળાંતર કરે છે. આપણે ત્યાં ઘણી જગ્યાએ વૈશાખથી કારતક સુધી જોવા મળે છે. અને એ માસ માં જ પસાર થતા ટોળા નજરે પડે એવું બને છે. મુબઈમાં પણ ચોમાસામાં આવતું ગણાય. કેટલાક ચાતક ચોમાસે આફ્રિકાથી આપણે ત્યાં આવતા કહેવાય છે.
કોયલ વર્ગની જેમ ચોમાસું એની ઈંડા મુકવાની ઋતુ છે. આ વખતે લેલા અથવા પીન્જારાની જુદી જુદી જાતો થાય છે., તેના માળા ગોતે છે. પણ કેટલીક વાર તો નાની કુત્કીઓ, જેવી કે દરજી, રાખોડી વગેરેના માળામાં ઈંડા મુકે છે. અને તેથી બિચારા એવડા નાના પંખીને ચાતકના મોટા બચ્ચાને ખવરાવતા દમ નીકળી જાય છે. ખૂબી તો એ છે કે અમુક પ્રદેશમાં ચાતક દરજીના માળામાં ઈંડા મુકતા હોય તો ત્યાં ઈંડા દરજી જેવા જ હોય છે. એટલે કે રતાશ પડતા સફેદ અને બીજા પ્રદેશમાં રાખોડી કુત્કીના માળામાં મુકતા હોય તો ત્યાં ઈંડા રાતા આંબલીયા જેવા રંગના કુત્કીના ઈંડા જેવા જ હોવાના. આ કુદરતી આશ્ચર્ય છે.
ચાતક વરસ આખું તરસ્યો રહીને ચોમાસામાં જ વરસતા વરસાદનું પાણી જ પીએ છે. આ વાત સાવ ખોટી છે. એ બીજા પંખીની જેમ જ કાયમ પાણી પીએ છે. પણ એ બધાનો ખોરાક મોટે ભાગે ફળો વગેરે હોવાથી પાણીની જરૂર ઓછી પડે છે. એક રાતી પાંખ વાળો ચાતક પણ થાય છે.