Republic Day - 2019

31 October 2018

Common stonechat

Common stonechat male :મેંદીયો પીદ્દો

સામાન્ય જન માનસમાં બહુ ઓછું ધ્યાનમાં આવતું વિડ-વગડાનું પક્ષી એટલે મેંદીયો પીદ્દો. શિયાળામાં આપણે ત્યાં દૂર દરાજના પ્રદેશોમાંથી નાનાં મોટા ઘણાં પંખીઓ આવે છે , એવું એક રુપકડુંશિયાળું મુલાકાતી. આપણે ત્યાં નવેક પ્રકારના પીદ્દા જોવા મળે છે. તેમાં સૌથી આકર્ષક હોય તો તે છે -મેંદીયો પીદ્દો.
મોટા ભાગે વગડાઉ જમીન, પડતર ખેતરાઉ પ્રદેશ, ડુંગરાળ ઝાડી-ઝાંખરાં વાળાં ભૂમીભાગોમાં જોવા મળે.

Bramhiny Starling

Bramhiny Starling : ચોટલા કાબર અથવા બ્રાહ્મણી મેના.


આ આપણા ઘર આંગણાનું પક્ષી છે. સ્ટાર્લીંગ પ્રકારનું આ પક્ષી બુલબુલ કરતા મોટૂં અને કાબર કરતા નાનુ હોય છે. કાળાશ પડતો બદામી રંગની પાંખો ઉજાસ વાળા બદામી રંગનું પેટાળ હોય છે. તેની આગવી ઓળખ તેના માથા ઉપરની લાંબી કાળી ચોટલી છે. શરીર ભરાવદાર તથા ચમકીલું હોય. તેના પેટાળ પરના પીછા તથા ચોટલી હવામાં લહેરાતા રહે છે. ચાંચ તથા પગ પીળા તથા ચાંચના મુળ આછા વાદળી રંગ હોય છે. આંખો ફરતે સફેદ રીંગમાં કાળી કીકી હોય છે. આ પક્ષીની પૂંછડી નાની હોય છે. મોટા ભાગે જોડીમાં અથવા કયારેક નાના જૂથમાં જોવા મળે છે. અવાજ તીણો અને કર્કષ હોય છે. તે આપણી આજુબાજુ ના બાગ બગીચા વન વગડો સર્વત્ર જોવા મળે છે. તેને હવામાં લહેરાતી ચોટલી સાથે ચોટલા કાબરને નિહારવી એક લ્હાવો છે.

લક્કડખોદ

અક્કડ ફક્કડ લક્કડખોદ: Wood-peacker




રાખનારે પક્ષીઓનાં નામ પણ કેવાં સારાં અને સાચાં રાખ્યાં છે ! લક્કડખોદ એટલે લાકડા ખોદનાર. મોટે ભાગે લક્કડખોદ ઝાડ ખોદે છે. ઝાડની જાડીજાડી છાલ તે ઉખાડી નાખે છે. એ છાલ પાછળ નિવાસ કરતાં જીવડાં, તેના ઈંડાં, તેના લારવા, લક્કડખોદનો પ્રિય ખોરાક છે. ચોમાસામાં અને શિયાળામાં તેને બહુ ખોદવું પડતું નથી. કેમ કે ભેજવાળા થડની છાલ ઝટ નીકળી આવે છે. ઉનાળામાં પરિશ્રમ વધારે કરવો પડે છે. પણ કુહાડી-કોદાળી જેવી તીક્ષ્ણ ચાંચને એમાં ઝાઝી તકલીફ પડતી નથી ! એની ચાંચમાં ખરેખર ભારે શક્તિ હોય છે. એટલી જ શક્તિ એના પગમાં હોય છે.
લાકડાને કોરવું એ સરળ વાત નથી. ક્યારેક કલાકો સુધી ટકટક ટકટક ખોદ્યા કરે ! ત્યારે લક્કડખોદ ધાર્યું નિશાન પાર પાડે છે ! લક્કડખોદ પક્ષીઓનું સૈનિક છે. તે જરૃર કરતાં વધારે ખોદે છે કે જેથી કાગડાં, કાબર, ચકલી, દેવચકલી તથા એવાં જ બીજાં પક્ષીઓને પણ પૂરતો ખોરાક મળી રહે, પક્ષીઓ પર આફત આવે ત્યારે તે પોતાની ચાંચથી સાથી પક્ષીનું રક્ષણ પણ કરે છે.
લક્કડખોદની ઘણી જાતિઓ છે. ચકલીથી માંડીને કાગડા સુધીનું તેનું કદ છે.
લક્કડખોદ - બુલબુલની જેમ ગાનારું પંખી છે. કામ કરતાં કરતાં ગાવાનું તેને ગમે છે. આકરી મહેનત બાદ ખોરાક મળી જવા છતાં તે કામ રોકી દેતું નથી. તેની ચાંચ ચાલુ રાખે છે. એથી પોતાને માટે વધારે તથા બીજાં પક્ષીઓને માટે પણ સ્વાદિષ્ટ ભોજન જમા રહે છે.
ખોરાક શોધતી વખતે તે ગોળાકાર કાણાંઓ પાડે છે. ચાંચ આખી પેસી જાય એટલું ગોળ કાણું પાડી નાખે છે. એક દિવસમાં એ કાર્ય પૂરું ન થાય તો બે-ત્રણ દિવસ લગાડે છે. પણ પોતાના માળા માટે તે ચોરસ ઘર બનાવે છે. એ ચોરસ ઊંડા ઘરમાં તે આછા ટપકાંવાળાં સરસ મજાનાં બેથી ત્રણ ઈંડાં મૂકે છે. જ્યારે બચ્ચાં કલબલ કરે છે ત્યારે તે ચાંચ બહાર રાખીને બેસે છે. પોતે બહાર ઊડીને બચ્ચાં માટે પોચો ખોરાક લઇ આવે છે, તે ઉપરાંત બચ્ચાંને ઝાડની અંદરથી જ ખોરાક શોધી લેતાં શીખવે છે. પાણીમાં તરતાં લાકડાં, નીચે પડેલાં લાકડાં જેવા હર પ્રકારના ઝાડની તે મજા લે છે, પણ ઊભેલા લીલાંછમ ઝાડ તેની પ્રિય બેઠક છે.
પોતે પાડેલી ગોળ ગોળ ઊંડી બખોલમાં જ્યારે બીજાં પક્ષીઓ નિવાસ કરે છે, અથવા માળા બાંધે છે ત્યારે લક્કડખોદ રાજી થાય છે. હા, નાના મોટા સાપ જેવા જીવ એ દિશામાં જાય તો જરૃર તેનો સામનો કરે છે, તેને રોકે છે, અવાજ કરી બીજાં પક્ષીઓને બોલાવી લે છે. બાળમિત્રો ! માથે લાલ પીંછાવાળાં કાળાં પક્ષીઓને જુઓ ત્યારે તેને કાગડો ના કહેશો, મોટી ચાંચવાળું એ લક્કડખોદ છે. તેનું નામ અક્કડ હોવા છતાં એ ફક્કડ પક્ષી કુદરતની અનેરી શોભા છે.
courtesy:
https://www.gujaratsamachar.com/…/become-a-coconut-woodpeck…

Pelican

Pelican : પેણ

સ્થિર પાંખે હવામાં સરતી પેણને જોઈ છે? તે વખતે તે નાના વિમાન જેવી દેખાય, અને પાણીમાં તરતી હોય ત્યારે ટચુકડી સફેદ હોડી જેવી લાગે. પેણ કદમાં મોટી. તરનારા પંખીઓમાં આપણે ત્યાં સૌથી મોટી.
પેણ મુખ્યત્વે સમુહચારી પંખી, દરિયાકિનારે અને તેની આસપાસના કે અંદરના પ્રદેશમાં મોટાં જળાશયોમાં નાનાં-મોટાં ટોળામાં ઉડતી, તરતી કે જમીન ઉપર બેસી આરામાં કરતી જોવા મળે. કવચિત એકલ દોકલ કે બે-પાંચની સંખ્યામાં પણ હોય. માછલી એ તેનો મુખ્ય ખોરાક. સમુહમાં શિકારે નીકળે ત્યારની તેની વ્યૂહરચના જોવા જેવી. અર્ધવર્તુળાકારમાં તરતી આગળ વધે, અને પાંખો પાણી ઉપર પછાડીને માછલીને ગભરાવી કિનારાનાં છીછરા પાણી તરફ જવાની ફરજ પાડે. પછી ડોક લંબાવીને માછલીને પકડી લે. ચાંચ નીચેની ચામડી તે વખતે થેલીની ગરજ સારે. બે ત્રણ કિલો માછલી તેમાં સહેજે સમાય. પકડાયેલી માછલીને ડોક ઉંચી કરીને પેણ ગળી જાય.
આપણે ત્યાં બે જાતની પેણ આવે છે – ગુલાબી પેણ અને રૂપેરી પેણ.
ગુલાબી પેણ (પેલિકન) (અંગ્રેજી:Pelecanus rufescens) એ પેણ પરિવાર આવતું એક પક્ષી છે. આ પક્ષી આફ્રિકામાં ઈંડા મૂકે છે, દક્ષિણી અરબસ્તાનનું વસાહતી અને મડાગાસ્કર ખાતેનાં ઓછી ઊંડાઇ ધરાવતાં અને છીછરાં સરોવરોનું યાયાવર પક્ષી છે.
ગુલાબી પેણનો માળો કદમાં મોટો અને તણખલાંના જથ્થા વડે બનેલો ઢગલો હોય છે, જેમાં બે થી ત્રણ ઈડાં મુકેલા હોય છે.
માહિતી સ્રોત : પ્રકૃતિ પરિચય શ્રેણી ભાગ-૨

Purple sunbird

ફુલોનો રસ પીનાર પંખી - જાંબલી શક્કરખોરો (Purple sunbird)

ચકલી કરતાંય નાનું આ પંખી પતંગિયાં અને મધમાખીની જેમ ફૂલોનો રસ પીએ છે.
સૂર્યપ્રકાશમાં તેના કાળા રંગમાંથી વાદળી, જાંબલી અને લીલા રંગની પ્રભા ઝગારા મારતી દેખાય છે.
એની ચાંચ લાંબી અને પાતળી છે. સોયની જેમ તે ચાંચને ફૂલમાં ખોસીને રસ પીએ છે.
ક્યારેક તે હેલિકોપ્ટરની જેમ હવામાં સ્થિર રહીને, પાંખો ફફડાવતાં રહીને, ફૂલોમાંથી રસ પી શકે છે.તેની જીભ વિશિષ્ટ પ્રકારની છે. તે લગભગ પાતળી લાંબી ભૂંગળી જેવી છે.
ફૂલના ફલનીકરણમાં તે અગત્યનો ભાગ ભજવે છે. આથી ફળોની વાડીઓ માટે તે અત્યંત ઉપયોગી છે.
તે ખોરાક તરીકે મોટા ભાગે ફૂલોનો રસ લે છે અને તે માટે તે થોડી વાર માટે હમિંગ બર્ડની માફક ફૂલો પર મંડરાઈ શકે છે. તે સામાન્ય રીતે ઝાડ અને ખેતી તથા બગીચાઓમાં જોવા મળે છે.

કંસારો

કંસારો અથવા ટુકટુક :

એક જમાનો હતો જ્યારે ગુજરાતનાં નાનાં-મોટાં શહેરોમાં કંસારા શેરીઓ હતી. ત્યાંથી પસાર થતાં કંસારાઓ તાંબા-પિત્તળના વાસણોને એરણ ઉપર રાખી પીટતાં ઉત્પન્ન થતો ટુક ટુક અવાજ સંભળાતો. એ કળાકારીગરીવાળાં વાસણો લગભગ અદૃશ્ય થઇ ગયાં છે. હવે સ્ટીલ યુગ આવતાં કંસારા શેરીઓમાંથી પસાર થતાં ટુક ટુક અવાજ સંભળાતો નથી. ઘણાં ઓછાં ઘરોમાં કળાકારીગરીના નમૂના અને બાપદાદાની યાદગીરી જેવાં સુંદર વાસણો સચવાયેલાં જોવાં મળે છે. આખો દિવસ શ્રમ કરીને સુંદર વાસણો ઘડતા કંસારાઓનો ટુક ટુક અવાજ આજે ભૂતકાળમાં અદૃશ્ય થઇ ગયો છે, પરંતુ સુંદર પક્ષી કંસારા અથવા ટુકટુકિયાઓનો દિવસભર આવો અવાજ ચાલુ હોય છે. લીલા રંગને લઇને વૃક્ષની ઘટામાંથી તેમને શોધી કાઢવા મુશ્કેલ થઇ પડે છે. તે સિવાય ડોકું આમતેમ ફેરવીને અવાજ કરતા હોવાથી જુદી જુદી દિશાઓમાંથી અવાજ આવતો સંભળાય છે. આ પક્ષીનું અંગ્રેજી નામ Coppersmith Barbet (કોપરસ્મિથ બારબેટ કે ક્રિમસન બ્રેસ્ટેડ બારબેટ) છે.
આ પક્ષી સર્વવ્યાપક છે. બાગબગીચા, ખેતરો અને જંગલોમાં નજરે પડે છે. હરિનારાયણ આચાર્યે (વનેચર)આ પક્ષીના અવાજને ખેતરમાં રેંટ કે કોસનાં પૈડાંના અવાજ જેવા ટુક-ટુક-ટુક સાથે સરખામણી કરી છે (વનવગડાનાં વાસી).


ચાતક

કવિઓનું માનીતું પક્ષી: ચાતક 


સૌરાષ્ટ્રમાં એને મોતીડો કહે છે. અંગ્રેજીમાં નામ પાઈડ ક્રેષ્ટેડ કક્કુ પાઈડ એટલે કાબર ચીતરું. ખરી રીતે કાળું અને ધોળું. ક્રેષ્ટેડ એટલે કલગીવાળું. અને કકકું તો એ કૂળનું નામ છે.
આ રીતે ચાતક એ દૈયડ જેવા રંગનો છે. ઉપરથી કાળો, નીચેથી ધોળો. પાંખમાં ધોળો પટ્ટો ને પૂંછડીના છેડા સફેદ. પૂંછડી માં ચડ-ઉતારી પીંછા છે. માથે કાળી કલગી છે. કાળા રંગના બધા જ પંખીને મોટે ભાગે લીલાશ પડતા ચમકતા વાદળી રંગની ઝાંઈ હોય છે. આમ ચાતકને પણ છે. નર માદા એક સરખા જ છે. અને કદે હોલા જેવડું લગભગ ૧૩ ઈંચનું પણ જરા દુબળું એકવડું લાગે.
કલગીને લીધે ખાસ કરીને વિશેષ શોભતું આ રૂપાળું પંખી ખુબ જાણીતું છે. એનો અવાજ દુર-દુર એકાદ માઈલ સુધી સંભળાય છે. ઘટામાં વસનારું અને ઝાડની ટોચે કે ડાળીને છેડે બેસી ને જ બોલનારું હોવા છતાં જાળા ઝાંખરામાં ફરતું અને બોલતું પક્ષી છે.
આમ તો આખા ભારતમાં બારેમાસ વસે છે. પરંતુ ઋતુ પ્રમાણે સ્થળાંતર કરે છે. આપણે ત્યાં ઘણી જગ્યાએ વૈશાખથી કારતક સુધી જોવા મળે છે. અને એ માસ માં જ પસાર થતા ટોળા નજરે પડે એવું બને છે. મુબઈમાં પણ ચોમાસામાં આવતું ગણાય. કેટલાક ચાતક ચોમાસે આફ્રિકાથી આપણે ત્યાં આવતા કહેવાય છે.
કોયલ વર્ગની જેમ ચોમાસું એની ઈંડા મુકવાની ઋતુ છે. આ વખતે લેલા અથવા પીન્જારાની જુદી જુદી જાતો થાય છે., તેના માળા ગોતે છે. પણ કેટલીક વાર તો નાની કુત્કીઓ, જેવી કે દરજી, રાખોડી વગેરેના માળામાં ઈંડા મુકે છે. અને તેથી બિચારા એવડા નાના પંખીને ચાતકના મોટા બચ્ચાને ખવરાવતા દમ નીકળી જાય છે. ખૂબી તો એ છે કે અમુક પ્રદેશમાં ચાતક દરજીના માળામાં ઈંડા મુકતા હોય તો ત્યાં ઈંડા દરજી જેવા જ હોય છે. એટલે કે રતાશ પડતા સફેદ અને બીજા પ્રદેશમાં રાખોડી કુત્કીના માળામાં મુકતા હોય તો ત્યાં ઈંડા રાતા આંબલીયા જેવા રંગના કુત્કીના ઈંડા જેવા જ હોવાના. આ કુદરતી આશ્ચર્ય છે.
ચાતક વરસ આખું તરસ્યો રહીને ચોમાસામાં જ વરસતા વરસાદનું પાણી જ પીએ છે. આ વાત સાવ ખોટી છે. એ બીજા પંખીની જેમ જ કાયમ પાણી પીએ છે. પણ એ બધાનો ખોરાક મોટે ભાગે ફળો વગેરે હોવાથી પાણીની જરૂર ઓછી પડે છે. એક રાતી પાંખ વાળો ચાતક પણ થાય છે.

25 October 2018

દેવ ચકલી

Indian Robin : દેવ ચકલી

આ પક્ષીને સ્થાનિક ભાષામાં કાળીદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
કદમાં ચકલી કરતાં ખાસ મોટું હોતું નથી,નરનો રંગ કાળો પણ અંદર ભૂરી ઝાંય વાળો.શિયાળામાં પીઠ પર કથ્થાઇ રાખોડી હોય છે.તેનાં ચાંચ અને પગ કાળા રંગના,આંખ પણ કાળા રંગની હોય છે.માદાનો રંગ કથ્થાઇ હોય છે.
ગુજરાત તથા ભારતમાં બધેજ,બાંગ્લાદેશ,નેપાળ,પાકિસ્તાન,શ્રીલંકા વિગેરે બધેજ જોવા મળે છે.આ પક્ષી ખુલ્લા પથરાળ તેમજ ઘાંસીયા મેદાન,વગડામાં તેમજ માનવ વસાહતો પાસે જોવા મળે છે.
જીણી જીવાત અને ઉધઇ ખાય છે.સાંજનાં સમયે ઉડતી જીવાત ખાવા માટે ટેવાયેલ હોય છે.
આ પક્ષી ખડકોનાં પોલાણ,થડનાં પોલાણ તથા દિવાલોનાં ખાંચામાં માળો બનાવે છે.માળામાં ૪ થી ૬ ઇંડા મૂકે છે.તેનાં ઇંડા લીલા કે ગુલાબી ટપકાંવાળા રતાશપડતાં કે કથ્થાઇ પીળા રંગનાં હોય છે.જોકે વિસ્તાર પ્રમાણે તેમાં ઘણુ વૈવિધ્ય હોય છે.
માહિતી : ધવલ પરમાર

કાબર

Common myna :

અંગ્રેજી અને હિન્દીમાં મેના તરીકે ઓળખાતું પક્ષી જેને આપણે કાબર તરીકે જાણીએ છીએ, એનાથી સૌ પરિચિત હોય જ.
પણ એની ત્રણ પ્રજાતિ વિશે બહુ ઓછા પરિચિત હોય.
સામાન્ય લાગતા પક્ષીઓમાં પણ કેટકેટલી વિવિધતા ભરી છે. એક જિજ્ઞાશુની દ્રષ્ટિથી જોશો તો કાબર પણ રૂપાળી લાગશે.
કાબર એ સામાન્ય રીતે માનવ વસાહતોમાં જોવા મળતું એક પક્ષી છે.
કાબરનું કદ ૨૫ સે. મી. અને માથું, ગરદન અને ઉપલી છાતી પર કાળો રંગ હોય છે. બાકીના શરીરનો રંગ કથ્થઇ, જે પીઠ પર વધારે ઘેરો અને પેટાળમાં ઝાંખો હોય છે. કાબરની પૂંછડી પાસે પેટાળમાં સફેદ હોય છે. તેની ગોળાકાર પૂંછ્ડી કાળી અને છેડા પાસે સફેદ હોય છે. કાબરની આંખો રાતી કથ્થઇ, ચાંચ અને નરમ બોળીયાં જે આંખ નીચે અને પાછળ આવે છે, તેનો રંગ પીળો અને પગ પણ પીળા હોય છે. નર અને માદાનો દેખાવ એટલો સમાન હોય છે કે તેને અલગ-અલગ વરતવામાં મુશ્કેલી પડે છે.
આ પક્ષી ગુજરાત તથા ભારતમાં બધાં જ સ્થળો પર ખુલ્લા વગડામાં, ખેતરોમાં તથા માનવ વસાહતોની નજીક જોવા મળે છે. દક્ષિણપૂર્વ એશિયા, મધ્યપૂર્વ, દ.આફ્રીકા, ઇઝરાયેલ, ઉ.અમેરીકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને હવાઇ સહીતના દરીયાઇ ટાપૂઓ પર પણ આ પક્ષી જોવા મળે છે.
કાબર ઝાડના થડનીં બખોલમાં માળો બનાવે છે અને તેમાં સામાન્ય રીતે ૪ થી ૬ ઇંડા મૂકે છે.
કાબર સર્વભક્ષી પક્ષી છે. તે અનાજ, ફળ, જીવાત તથા માનવ વસાહતો પાસે વધ્યુંઘટ્યું એંઠવાડ પણ ખાય છે. તે ઘાસીયા મેદાનોમાંથી વિણી વિણીને જીવાત તથા ઘાસીયા જીવડાં પણ ખાય છે.
કાબરનો કર્કશ અવાજ હોય છે, સાપ કે તેવું જોખમ જોતાં ભયસૂચક બોલી બોલે છે, જેને દેશી ભાષામાં ચડાવો કહે છે, જેનાથી અન્ય પક્ષીઓ તથા માણસો પણ સાવધાન થઇ જાય છે. જો કે આ પક્ષી અન્યની બોલીની નકલ બહુ જ સારી રીતે કરી જાણે છે.

23 October 2018

शारीरिक सुंदरता या मन की सुंदरता


शारीरिक सुंदरता या मन की सुंदरता  

एक सभ्रांत प्रतीत होने वाली अतीव सुन्दरी ने विमान में प्रवेश किया और अपनी सीट की तलाश में नजरें घुमाईं । उसने देखा कि उसकी सीट एक ऐसे व्यक्ति के बगल में है जिसके दोनों ही हाथ नहीं है। महिला को उस अपाहिज व्यक्ति के पास बैठने में झिझक हुई !उस सुंदरमहिला ने एयरहोस्टेस को कहा कि वह उसके लिए नियत सीट पर सुविधापूर्वक यात्रा नहीं कर पायेगी, क्योंकि साथ की सीट पर एक दोनों हाथ विहीन व्यक्ति बैठा हुआ है | उस सुन्दरी ने एयरहोस्टेस से सीट बदलने हेतु आग्रह किया |
असहज हुई एयरहोस्टेस ने पूछा, “मैम क्या मुझे कारण बता सकती है” ?? ‘सुंदरमहिला ने जवाब दिया: मैं ऐसे लोगों को पसंद नहीं करती। मैं ऐसे व्यक्ति के पास बैठकर यात्रा नहीं कर पाउंगी।दिखने में सभ्रांत और विनम्र प्रतीत होने वाली महिला के यह उद्गार सुनकर एयर हॉस्टेज़ अचंभित हो गई । सुन्दरी ने एक बार फिर एयरहोस्टेस से जोर देकर कहा कि मैं उस सीट पर नहीं बैठ सकती और मुझे कोई दूसरी सीट दे दी जाए
एयरहोस्टेस ने खाली सीट की तलाश में चारों ओर नजर घुमाई, पर कोई भी सीट खाली नहीं दिखी ।एयरहोस्टेस ने महिला से कहा कि मैडम इस इकोनोमी क्लास में कोई सीट रिक्त नहीं है, किन्तु यात्रियों की सुविधा का ध्यान रखना हमारा दायित्व है, अतः मैं वायुयान के कप्तान से बात करती हूँ, कृपया तब तक थोडा धैर्य रखें
ऐसा कहकर होस्टेस कप्तान से बात करने चली गई |कुछ समय बाद उसने लौट कर महिला को बताया, “महोदया! आपको जो असुविधा हुई, उसके लिए बहुत खेद है | इस पूरे विमान में केवल एक सीट खाली है और वह प्रथम श्रेणी में है। मैंने हमारी टीम से बात की और हमने एक असाधारण निर्णय लिया। एक यात्री को इकोनॉमी क्लास से प्रथम श्रेणी में भेजने का कार्य हमारी कंपनी के इतिहास में पहली बार हो रहा है ….|”
  सुंदरमहिला अत्यंत प्रसन्न हो गई, किन्तु इसके पहले कि वह अपनी प्रतिक्रिया व्यक्त करती और एक शब्द भी बोल पाती एयरहोस्टेस उस अपाहिज और दोनों हाथ विहीन व्यक्ति की ओर बढ़ गई और विनम्रता पूर्वक उनसे पूछा सर, क्या आप प्रथम श्रेणी में जा सकेंगे ? क्योंकि हम नहीं चाहते कि आप एक अशिष्ट यात्री के साथ यात्रा करने की त्रासदी भुगतें । यह सुनकर प्रत्येक यात्री ने ताली बजाकर इस निर्णय का स्वागत किया। वह अतीव सुन्दरी महिला तो अब शर्म से नजरें ही नहीं उठा पा रही थी।
तब उस अपाहिज व्यक्ति ने खड़े होकर कहा, “मैं एक भूतपूर्व सैनिक हूँ और मैंने एक ऑपरेशन के दौरान कश्मीर सीमा पर हुए बम विस्फोट में अपने दोनों हाथ खोये थे । सबसे पहले, जब मैंने इन देवी जी की चर्चा सुनी, तब मैं सोच रहा था: मैंने भी किन लोगों की सुरक्षा के लिए अपनी जान जोखिम में डाली और अपने हाथ खोये ? लेकिन जब आप सभी की प्रतिक्रिया देखी तो अब अपने आप पर गर्व महसूस हो रहा है कि मैंने अपने देश और देशवासियों की खातिर अपने दोनों हाथ खोये । और इतना कह कर, वह प्रथम श्रेणी में चले गए।सुंदरमहिला पूरी तरह से शर्मिंदा होकर सर झुकाए सीट में गढ़ गई।
उस अतीव सौंदर्य का भी कोई मूल्य नहीं अगर विचारों में उदात्तता न हो !