Republic Day - 2019

31 January 2020

શોબિગી

શોબિગી – Common Iora (Aegithina tiphia)

ચકલી જેવડા કદનાં અનેક રૂપાળા પક્ષીઓ પૃથ્વીની શોભા વધારે છે. માંડ ૨૫ સે.મી. જેટલું એક પક્ષી છે કોમન આયોરા. આ તેનું અંગ્રેજી નામ છે. શો...બિ...ગી..., શો...બિ...ગી...,’ જેવી મીઠી વાણીને કારણે તે શોબિગી નામે ઓળખાય છે. ભારતીય ઉપખંડનું શોબિગી ચકલીના કદનું પક્ષી છે. આ પક્ષીની પેટા પ્રજાતિ પણ જોવા મળી છે. એનો મીઠો ટહુકો અને આકર્ષક રંગને કારણે એને ઓળખવું તદ્દન સહેલું છે. મીઠો ટહુકો સૌને આકર્ષે કુદરતે શોબિગીને પીળા, સફેદ ને કાળા રંગનું સૌંદર્ય બક્ષ્યું છે. વળી, મીઠો ટહુકો આપ્યો છે. અને એટલે જ એને જોતાંની સાથે જ વહાલ કરવાનું મન થઈ ઊઠે. ચાર-પાંચ વાર તે મીઠું મીઠું બોલીને સૌનું એવું તો મન મોહી લે છે કે આસપાસનું આખું વાતાવરણ સૌંદર્યમય બની જાય. તે ગાયા કરે ને આપણે એનો ટહુકો સાંભળ્યા કરીએ.
કહેવાય છે કે શોબિગી ઋતુ અનુસાર રંગ બદલે છે. તેની સુંદર કાળી પાંખમાં સફેદ પટ્ટા છે. ગળું, પેટ અને છાતીનો ભાગ સોનેરી પીળા રંગનો છે. શિયાળો શરૂ થતાં જ તેનો કાળો રંગ જતો રહે અને તેને બદલે થોડો પીળાશ પડતો લીલો રંગ આવી જાય. જોકે, આ રંગનો ફેરફાર નર શોબિગીમાં જ જોવા મળે છે. માદા શોબિગીનો રંગ નથી બદલાતો. એના શરીરનો ઉપરનો ભાગ મેલખાઉ લીલો ને નીચે પીળો રંગ હોય છે. સાથે રહેવામાં માને છે મોટા ભાગે ઝાડ પર રહેતું શોબિગી એકાંતમાં ભાગ્યે જ જોવા મળે છે. બે-ત્રણ શોબિગી ભેગા જ હોય.
શોબિગી ને ભાવતું ભોજન ઝાડના પાંદડાં ને ડાળીઓમાં રહેતી જીવાત તેનો મુખ્ય ખોરાક છે. ખોરાક મેળવવા માટે શોબિગી કુશળ ખેલાડીની જેમ જુદા-જુદા કરતબ કરે ને છેવટે તેને સફળતા મળે.
(divyabhaskar)

27 January 2020

THE REPUBLIC DAY 2020

શ્રી કે.જે. શાહ હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક દિનની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન બન્યા કરણી સેનાના મહિલા પ્રમુખ આદરણીય શ્રી રિવાબા જાડેજા. આદર્શ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નાથાભાઇ સંઘની અને મંડળના સર્વે સદસ્યો પણ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત હતા.

જલ મુરઘી

Common Moorhen : જલ મુરઘી 

આપણું રહેવાસી પંખી ખરું, પણ પાણીની અનુકૂળતા મુજબ સ્થાનિક મુસાફરી કરે. શિયાળામાં મધ્ય એશિયા અને પશ્ચિમના દેશોમાંથી જલ મુરઘી ભારત આવે ત્યારે તેમની સંખ્યા વધે. તે વખતે નાનાં મોટા જળાશયોમાં થોડી ઝાઝી દેખાય.
પાણીમાંથી ઉડતી વખતે પાંખો ફફડાવતી થોડે સુધી પાણી ઉપર દોડે અને પછી હવામાં ઊંચકાય. તેના કુળના ઘણાં ખરાં પંખીઓની માફક ઉડતી વખતે પગ લબડતા રાખે. ભય લાગે ત્યારે ઉડીને ભાગી જવાને બદલે પાણીમાંની વનસ્પતિમાં સંતાઈ જાય. ડૂબકી મારવામાં પણ હોંશિયાર. મોટેભાગે પાણી કાંઠાની ગીચ વનસ્પતિમાં ચરતી રહે. તેના અન્ય કુટુંબીઓની માફક ટૂંકી પૂંછડી અવાર નવાર આંચકાભેર ઊંચીનીચી કર્યા કરે.
ચોમાસું તે તેની પ્રજનન ઋતુ. પાણીમાં ઊગેલી વનસ્પતિમાં તે જ વનસ્પતિનો ઉપયોગ કરીને તરતા માળા બનાવે.
પાણીની વનસ્પતિ, તેના બીજ, કુંપળો,પાણીનાં જીવડાં, તેમની ઇયળો, વગેરે તેનો ખોરાક. નર-માદા સરખાં.
જલમુરઘીને દેખાવડું પંખી કહી શકાય. ઉપરના ભાગે કથ્થાઈ, કાળાશ પડતો અને સ્લેટિયો રંગ. પેટાળમાં ઘેરું રાખોડી. પડખામાં સફેદ આડો પટ્ટો, ચાંચ લાલ પણ અણી તરફ પીળી. ચાંચથી કપાળ સુધીની માંસપેશી લાલ. પગ લીલા. પૂંછડી નીચેથી સફેદ અને તેની વચમાં કાળો પટ્ટો. પ્રજનન બાદ તેના રંગ ઝાંખાં.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ     

25 January 2020

Little grebe

Little grebe : નાની ડૂબકી
નાનાં મોટાં તળાવ કે સરોવરના કિનારે કોઈવાર ફરવા જાવ છો? ઘણાં ખરા જળાશયોમાં કે તેનાં કિનારે કોઈને કોઈ પંખી હોવાના. કાળાશપડતા રંગનું, ગોળમટોળ શરીરવાળું, નહિ જેવી પૂંછડીવાળું, કહો કે લગભગ બાંડું એવું નાનું પંખી પાણી ઉપર તરતું તમારી નજરે કોઈવાર ચડ્યું હશે. તમારી નજર જરા આઘીપાછી થાય એટલામાં ડૂબકી મરી તે અલોપ થઇ જાય. તમને નવાઈ લાગે કે પેલું પંખી ગયું ક્યાં? પણ થોડીવારમાં જ  જર દૂર તે અચાનક બહાર નીકળે. આ પંખી ભાગ્યે જ એકલું હોય. આસપાસ બીજાં એક બે તરતાં હોય. ટીરીરીરીરી ... એવો, થોડો મીઠો લાગે તેવો તેનો અવાજ. એક બોલે એટલે બીજું સાથીદાર પંખી ઘણીવાર તે ઉપડી લે. આ પંખીઓ તરતાં જાય અને વારંવાર ડૂબકી મારતા જાય. બધો વખત આમ ચાલ્યા કરે. આ પંખીનું નામ છે નાની ડૂબકી. વહેતી નદીઓમાં કે સાગરકિનારે ન દેખાય. બાકી નાનાં મોત તળાવડાથી માંડી મોટાં જળાશયો સુધી તેની વસતી. તેનાં વિના ખાલી હોય એવાં જળાશય ઓછાં. અનુકૂળ સ્થળોએ તે વધારે સંખ્યામાં જોવા મળે.
વારંવાર ડૂબકી માર્યા કરે એટલે તેનું  નામ પડ્યું ડૂબકી. તરવામાં પણ હોંશિયાર. ઉડવું હોય ત્યારે થોડા અંતર સુધી પાંખો ફફડાવતી પાણી ઉપર ઝડપથી દોડે. અને પછી હવામાં ચડી ઉડી શકે. તેની પાંખો સાવ નાની, એટલે બહુ ઝડપથી તેને વીંજવી પડે. ન છુટકે ઉડે. જોખમ જેવું લાગે તો ડૂબકી મરી ભાગી નીકળવું વધારે પસંદ કરે. પણ જરૂર પડ્યે લાંબા અંતર સુધી ઉડી શકે. અછતના વરસોમાં તળાવ સુકાઈ જાય ત્યારે દૂર દૂરના મોત જળાશયો સુધી ઉડીને પહોંચી જાય.
ઉનાળા ચોમાસામાં તેનો દેખાવ થોડો આકર્ષક બને. તે વખતે તેનો ઉપરનો ભાગ કથ્થાઈ, માથું વધારે ઘેરું. ગાલ, ગળું અને ડોક રતાશપડતાં નારંગી. પેટાળ રાખોડી સફેદ. પડખાં મેલા કથ્થાઈ, શિયાળામાં આ રંગ ઝાંખા થાય. ઉપરનો કથ્થાઈ રંગ મેલા જેવો થઇ જાય. દાઢી મેલી ધોળી, ડોક આછી બદામી અને પેટાળ ધોળાશ પડતું. નાની ડૂબકી ઉડે ત્યારે પાંખમાં સફેદ ડાઘ દેખાય. ચાંચ કાળી અને અણીદાર, તેના મૂળ આસપાસ મોઢા ઉપર લીલાશ પડતો પીળો રંગ. શરીરના પાછલા ભાગે આવેલા પગ કાળા. જમીન ઉપરની ચાલ સાવ કઢંગી. નર-માદા દેખાવે સરખાં.
ખોરાક માછલી, દેડકાં, તેમનાં બચ્ચાં અને પાણીની બીજી જીવાત.
સ્થાનિક પંખી. અનુકૂળ જળાશયો ઉપર બારેમાસ દેખાય.
પાણીમાંની વનસ્પતિથી પાણીમાં તરતો માળો બાંધે. કોહવાયેલા ઘાસનો કચરો પાણીમાં પડ્યો હોય એવો તે માળો લાગે. આથી તે એકદમ ખ્યાલમાં ન આવે અને નજરે ન ચડે.  
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ  

Common Moorhen