Republic Day - 2019

27 February 2019

Common Pochard


Common Pochard : રાખોડી કારચિયા 

નરનું માથું અને ગળું જાન્યુઆરીમાં ઘેરા ઈંટીયા લાલ. છાતી કાળી. ઉપરનું શરીર આછું રાખોડી, તેમાં ઝીણી રેખાઓ. ચાંચ કાળી પણ તેમાં વાદળી આડો પટ્ટો. માદા બદામી. ચાંચ નર જેવી. ઉપરનું શરીર અને પડખાં આછા રંગનાં. આપણે ત્યાં ઠીક ઠીક સંખ્યામાં આવે છે. નાની મોટી ટોળીમાં જળાશયોમાં તરતી હોય.
શિયાળું પ્રવાસી. ઠીક ઠીક વ્યાપક. ડૂબકીમાર બતક.
ડૂબકીમાર બતકોમાં રાખોડી કારચિયા બહુમતીમાં હોય છે. નાની મોટી ટોળીમાં તરતાં નર રૂપેરી રાખોડી પીઠને લીધે ચિત્તાકર્ષક દેખાય. ડૂબકીમાર હોવાથી જળાશયના મધ્ય ભાગમાં ઊંડા પાણીમાં આ બતક ફરતી-તરતી રહે.
માહિતી : પાણીનાં સંગાથી  

Tufted Duck


Tufted Duck : કાબરી કારચિયા 

નામ પ્રમાણે નરના શરીરમાં કાળો અને સફેદ એમ બે રંગ. માથું, ડોક, ગળું, છાતી, પીઠ અને પૂંછડી કાળાં. પડખાં અને પેટાળ તથા પાંખમાંનો પટ્ટો સફેદ. માદા ઘેરા ધુમાડિયા રંગની. નરના માથે પાછળ ઢળતી કાળી ચોટલી. માદાની ચોટલી સાવ નાની. બતક અનુકૂળ જળાશયોમાં થોડી ઘણી દેખાય.
શિયાળું પ્રવાસી. ઠીક ઠીક વ્યાપક. ડૂબકીમાર બતક.
નરના કાળા અને ધોળા રંગ એક બીજાના પડખે વધારે ઉઠાવ આપે. આથી ઓળખવામાં આ બતક સહેલી. તેવાં જ કાબરા રંગનાં દરિયાઈ આપણે ત્યાં વિરલતમ. એટલે આ બતકને ઓળખવામાં ભૂલ થવાનો સંભવ સાવ ઓછો.
માહિતી : પાણીનાં સંગાથી  

21 February 2019

मन और मर्कट

 
विवेकानंद ने लिखा है कि वे पहली दफा हिमालय गए। एक पहाड़ी के पास से गुजरते थे। संन्यासी के गैरिक वस्त्र! कुछ बंदरों को मजा आ गया। कुछ बंदर उन्हें चिढ़ाने लगे। संन्यासियों को देख कर कई तरह के बंदरों को चिढ़ाने का मजा आता है। बंदरों को ही चिढ़ाने का मजा आता है, और किसको आएगा! अब बंदर कोई धार्मिक तो होते नहीं, शैतान प्रकृति के होते हैं। मन जैसा ही उनका ढंग होता है। इसलिए तो मन को बंदर कहते हैं।
विवेकानंद को डर लगा। ऐसे तो मजबूत आदमी थे, मगर कितने ही मजबूत होओ, कोई बीस-पच्चीस बंदर अगर तुम्हारे पीछे पड़े हों...एक ही काफी है। वे बंदर उनके पीछे ही चलने लगे। आवाज कसें, खिल्ली उड़ाएं। फिर तो कंकड़-पत्थर फेंकने लगे। विवेकानंद ने भागना शुरू कर दिया। विवेकानंद भागे तो वे भी भागे। बंदरों ने भी भागना शुरू कर दिया उनके पीछे। और जब कुछ बंदर भागे तो और बंदर जो वृक्षों पर बैठे थे, उनको भी रस आ गया। घिराव ही हो गया। और बंदर भी उतर आए। विवेकानंद ने देखा, यह तो बचने का उपाय नहीं है। ऐसे अगर मैं भागा तो ये मेरी चिंदी-चिंदी कर डालेंगे। वे रुक कर खड़े हो गए। वे रुक कर खड़े हुए तो बंदर भी खड़े हो गए। बंदर ही तो ठहरे आखिर! जब उन्होंने देखा कि मेरे रुकने से ये भी रुक गए, तो पीछे मुड़ कर उन्होंने बंदरों की तरफ देखा, तो बंदर थोड़े सहमे, दो कदम पीछे भी हटे। विवेकानंद उनकी तरफ दौड़े, तो वे भाग कर वृक्षों पर सवार हो गए।
विवेकानंद ने अपने संस्मरणों में लिखा है कि उस दिन मुझे समझ में आया कि मन के साथ भी यही हालत है: इससे डरो, इसकी मानो, इससे भागो, तो यह और सताता है। रुको, ठहरो, घूर कर इसे देखो, मत डरो, दो कदम इसकी तरफ बढ़ाओ, इसको चुनौती दे दो कि तुझे जो करना हो कर, हम हिलने वाले नहीं, डुलने वाले नहीं--तो यह पूंछ हिलाने लगता है।
तुम जरा प्रयोग करके देखो। अंतर्जगत के थोड़े प्रयोग करने चाहिए। चिंता, प्रश्नों के उत्तर मुझसे नहीं मिलेंगे। मैं केवल इंगित दे सकता हूं, इशारे दे सकता हूं। इशारे कि तुम प्रयोग कर सको। प्रयोगों से तुम्हें उत्तर मिलेंगे, समाधान मिलेंगे। तुम्हारा प्रयोग ही तुम्हारे लिए समाधान बन जाएगा।
ओशो : प्रितम छवि नैनन बसी


નીલશિર બતક

નીલશિર (Mallard)

નીલશિર પણ કદમાં પાલતું બતક જેવડું મોટું હોય છે. નર પક્ષી ઉપર અને નીચે રાખોડી રંગ ધરાવે છે. તેમાં કાળી રેખાઓની ભાત હોય છે. માથું અને ગરદન ચળકતા લીલા રંગના હોય છે. તે છીંકણી રંગની છાતીથી સફેદ કાંઠલાથી જુદા પડે છે. પાંખોમાંનું ચળકતું જાંબુડી પડતા વાદળી રંગનું ચગદું હોય છે. તે આજુબાજુ સફેદ - કાળી પટ્ટીઓ ધરાવે છે. ચાંચ પીળાશ પડતી લીલી હોય છે. પગ લાલાશ પડતા નારંગી રંગનાં હોય છે. પૂંછડીમાં બે વળેલાં કાળાં પીંછાં હોય છે. માદામાં ઉપર નીચે ખાખી પડતો કથ્થાઈ રંગ અને તેમાં કાળી ભાત હોય છે. ચાંચ ઓલિવ ગ્રીન નારંગી રંગની ધારી અને છેડેથી કાળી હોય છે.

નીલશિર કાશ્મીર, યુરોપ, ઉત્તર અમેરિકા અને ઉત્તરીય એશિયામાં પ્રજનન કરે છે. શિયાળામાં ભારતભરમાં ઊતરી આવે છે. મોટી સંખ્યામાં હોતા નથી તેથી શોધવા મુશ્કેલ છે. ધર્માકુમારસિંહજીએ ભાવનગર, જામનગર, માંગરોળ, વાંકાનેર, ધાંગધ્રા, મોરબી, રાજકોટ, પાલિતાણા, જસદણ અને પોરબંદરમાં નીલશિર જોયાનો ઉલ્લેખ છે. ખોરાકમાં શેવાળ, દેડકાં વગેરે આરોગે છે. તુરા પાણીના તળાવો કિનારે ઘાસમાં રહેવાનું પસંદ કરે છે. કાશ્મીરમાં મે-જૂનમાં પ્રજનન કરે છે. તળાવને કિનારે ઘાસમાં વનસ્પતિ, પીંછાનો ઓટલો ચણી તેમાં ૬થી દસ ઈંડાં મૂકે છે. ઈંડાં લીલાશ પડતા રાખોડીથી માંડીને પીળા રંગનાં હોય છે.

19 February 2019

"સૃષ્ટિ" મેગેઝિન

ગુજરાતમાં પર્યાવરણક્ષેત્રમાં સેવા, સંરક્ષણ, સંવર્ધન અને લોક જાગૃતિનું કામ કરતી એક માત્ર અદ્વિતીય સંસ્થા એટલે
ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER).
ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન એ એક સ્વતંત્ર્ય સંસ્થા છે, જેની સ્થાપના 1982માં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ફાઉન્ડેશન ઇન્ડિયન સોસાયટીસ રિસર્ટ્રેશન એક્ટ,1860 તેમજ 1950ના બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ જાહેર ટ્રસ્ટરૂપે નોંધણી કરાઇ હતી. ફાઉન્ડેશનનું સંચાલન ગવર્નરોના બોર્ડ દ્વારા થાય છે, જેના અધ્યક્ષસ્થાને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી રહે છે.
આ સંસ્થા દ્વારા અનેકવિધ પર્યાવરણીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. 
ગુજરાતની ૨૫૦ જેટલી શાળામાં "ઇકો ક્લબ"ની રચના કરી શાળા કક્ષાએ બાળકોમાં વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનું કામ થાય છે. જેના દ્વારા સ્વછતા અંગે સભાનતા, વૃક્ષારોપણ, પર્યાવરણીય શિબિર અને તાલીમી કાર્યક્રમોનું આયોજન થાય છે.
આ સંસ્થા દ્વારા "સૃષ્ટિ" મેગેઝિન બહાર પાડવામાં આવે છે. પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિમાં રસ ધરાવનાર પ્રત્યેકને "સૃષ્ટિ" મેગેઝીનના વૈવિધ્યસભર વિશેષાંકમાં જરૂર રસ પડશે. નીચેની લીંક ઉપરથી આ મેગેઝીનને ડાઉનલોડ કરી શકાશે.


૨૫     શ્વાનકુળનાં પ્રાણીઓ (ઝરખ અને રીંછ) - Dog Family
૨૭     જૈવિક વિવિધતા વિશેષાંક - Biodiversity
૩૨     નાનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ - Small Mammals
૩૩     ડાયનોસોર અને જીવાવશેષ - Dinosaurs and Fossils
૩૭     આવાસસ્થાન વિશેષાંક - Habitat
૩૮     અનુકુલન વિશેષાંક  - Adaptation
૩૯     વિલોપન વિશેષાંક    - Extinction - 1
૪૧     પ્રાણી વર્તણુક વિશેષાંક - Animal Behaviour
૪૫     ભયગ્રસ્ત પ્રાણીઓ - Endangered Mammals
સૌજન્ય : ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર) 
http://www.geerfoundation.gujarat.gov.in/periodicals_shrushti.htm