અરણી :
અંગ્રેજી : Arni લેટીન : Clerodendrum phlomidis
ગુણધર્મો
અને ઉપયોગ :
અરણીના પાનનો ઉકાળો શીતળા, ઓરી, વીસ્ફોટ, પરુવાળો પ્રમેહ, તાવ, જીર્ણ જ્વર વગેરે રોગોમાં
ફાયદો કરે છે. એનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે. આથી ઘણા
ચામડીના રોગો મટે છે. અરણીનાં પાન હરસ, કબજીયાત, આમવાત, વીષ, મેદ અને ખાસ કરીને
સ્ત્રીઓના શુળાદી યોનીરોગો મટાડે છે. સગર્ભાને રક્તસ્રાવ થાય કે ગર્ભપાત અટકાવવા
અરણી વાપરી શકાય. પ્રસુતી પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અને ગર્ભાશયને મુળ
સ્થીતીમાં લાવવા માટે એનો ઉપયોગ થઈ શકે. અરણી જ્વરઘ્ન, જંતુઘ્ન, અને પૌષ્ટીક છે. એ હરસ, ઉદરશુળ, મળાવરોધ, વીષપ્રકોપ અને ચરબીની
વૃદ્ધી દુર કરનારી છે. આંખોના રોગો, શરદી અને ઝેરમાં તથા ઉબકા-ઉલટીમાં તેનું સેવન ખુબ હીતકારી
છે.
ઉપયોગી અંગ : ઔષધમાં અરણીનાં પાન અને મુળ વપરાય છે.