Republic Day - 2019

28 February 2018

અર્જુન



અર્જુન :હૃદય રોગની દવા




અંગ્રેજી : Arjuna                                     લેટીન : Terminalia Arjuna

પરિચય : ગુજરાતમાં જેને સાજડ કે સાદડ કહે છે તેને સંસ્કૃતમાં અર્જુનકહે છે. એની બહારની છાલ એકદમ લીસી અને સફેદ હોય છે. અંદરની છાલ લાલાશ પડતી, જાડી અને નરમ હોય છે.


ગુણધર્મો અને ઉપયોગ : અર્જુન શીતળ, હૃદય માટે હીતાવહ, ક્ષતક્ષય, વીષ, રક્તવીકાર, મેદ, પ્રમેહ તથા ચાંદાં મટાડનાર છે. અર્જુનની છાલનો ક્ષીરપાક હૃદયના રોગોમાં આપવાથી ઉત્તમ લાભ થાય છે. અર્જુનની છાલની ક્રીયા કષાયામ્લ તથા ચુના જેવી થાય છે, જે રક્તવાહીનીઓનું સંકોચન કરાવતી હોવાથી રક્તભ્રમણ વધે છે તેથી હૃદયની પોષણક્રીયા સારી થાય છે. જો લોહીનું દબાણ વધારે ઉંચું રહેતું હોય તો અર્જુન-સાદડનો ઉપયોગ કરવો નહીં, કેમ કે એ લોહીનું દબાણ વધારે છે.


એની છાલમાં કેલ્શીયમનું પ્રમાણ સારું એવું છે, જેથી એ રક્તસ્રાવને જલદી બંધ કરે છે, ભાંગેલું હાડકું જલદી સંધાઈ જાય છે. રક્તસ્રાવમાં અર્જુન અને અરડુસી ખુબ ઉપયોગી છે.