Republic Day - 2019

28 February 2018

અરડુસો



અરડુસો-  સુવા રોગ હરનાર  


અંગ્રેજી :  Indian Tree of Heaven                                                     લેટીન : Ailanthus Excelsa
પરિચય : અરડુસીના મહાવૃક્ષને મહાનીમ્બ કહે છે. નીમ્બ એટલે લીમડો. કડવા લીમડાના પાન જેવાં જ તેનાં પાન હોય છે, પરંતુ તે ઘણાં મોટાં હોય છે. એટલે આ વીશાળ વૃક્ષને મહાનીમ્બ એવું નામ અપાયું હશે. અરડુસાના વીશાળ વૃક્ષો સહ્યાંદ્રી પર્વતો પર ખુબ થાય છે. આ વૃક્ષની છાલની વાસ બીલકુલ તજના જેવી જ હોય છે. ગરીબ લોકો તજના બદલે આનો જ ઉપયોગ કરે છે. એ ઉષ્ણ અને વાતહર છે.
ઉપયોગ : અરડુસાની છાલનો ઉકાળો સવાર-સાંજ પીવાથી અતીસાર, સંગ્રહણી, વીષમજ્વર, મુખના રોગો અને ચાંદાં મટે છે.