અંઘેડો : શીઘ્ર પ્રસુતિ કરાવનાર
અંગ્રેજી : Cahafe Tree લેટીન : Achyranthes Aspera
પરિચય
:
એનાથી ઘણા રોગોનો નાશ થાય છે, આથી એને સંસ્કૃતમાં
અપામાર્ગ કહે છે. અંઘેડો તીખો કડવો
અને ગરમ છે. એ વાયુ અને કફના
રોગોમાં ઉપયોગી છે. આપણે ત્યાં
અંઘેડો ચોમાસામાં બધે થાય છે. પાણીવાળી વાડી-ખેતરોમાં બારે માસ થાય છે.
એનાં પાન લંબગોળ અને છેડે અણીયાળાં હોય છે. એને લાંબી સળી ઉપર માંજર
આવે છે. તેનાં ફુલનાં મોં નીચેની
તરફ અને બીજ અણીવાળાં નાનાં હોય છે.
ઉપયોગી અંગ : અંઘેડાનાં મુળ, બીજ, પંચાંગક્ષાર અને પાન
ઔષધમાં વપરાય છે.