અંગ્રેજી: MAdar લેટીન: Calotropis Procera
પરિચય
:
આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર
હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ
રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ
સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર
આંબાનાં પર્ણ જેવો હોય છે. ફળમાં નરમ, સુંવાળું, પોસું, રેશમી રૂ હોય છે.
આંકડાની શાખાઓમાંથી દૂધ નિકળે છે. આ દૂધ વિષ તરીકે કાર્ય કરે છે. આકડો
ઉનાળાના દિવસો દરમિયાન રેતાળ ભૂમિ પર થાય છે. ચોમાસાનાં દિવસો દરમિયાન
વરસાદ વરસે ત્યારે તે સૂકાઇ જતો હોય છે.
ગુણધર્મો
અને ઉપયોગ :
આકડો ગરમ છે તેથી
કફ અને વાયુના રોગોમાં બહુ સારું કામ આપે છે. પરંતુ એ ઝેરી છે, તેથી તેનો સાવચેતીથી
ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય નીષ્ણાતની મદદ લેવી.