અખરોટ - ધાવણ વધારનાર
અંગ્રેજી : Walnut લેટીન : Juglans Regia
ગુણધર્મો
અને ઉપયોગ :
અખરોટ મધુર, સ્નીગ્ધ, શીતળ, ધાતુવર્ધક, રુચીકારક, કફ-પીત્તકારક, બળકારક, વજન વધારનાર, મળને બાંધનાર, ક્ષયમાં હીતકર, હૃદયરોગ, પાતળાપણું, રક્તદોષ અને
વાતરક્તમાં હીતાવહ છે. એ શરીરની આંતરીક બળતરા મટાડે છે. અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં
ચરબી હોય છે. એના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે
હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પીસ્તાં પણ
પ્રોટીન અને વીટામીનથી ભરપુર હોય છે. અખરોટને સલાડમાં, દળીને નાસ્તામાં
ખાઈ શકાય.