Republic Day - 2019

28 February 2018

દિક્ષાન્ત - 2018

સ્વામિનારાયણ મંદિર જામનગરના શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજ મહારાજના સાંનિધ્યમાં શ્રી કે.જે.શાહ હાઈસ્કૂલના ધોરણ - 10ના વિદ્યાર્થીઓનો દિક્ષાન્ત તથા સરસ્વતી સન્માન અને શાળાના નિવૃત થતા બે શિક્ષકો શ્રી જી.વી. કોડીનારીયા અને શ્રી પી.જી. ટીલાળા સાહેબનો સન્માન કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો.
વિદ્યાર્થી મિત્રોને આગામી બોર્ડ એક્ઝામ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આવળ



આવળ:




આવળ (અંગ્રેજી:Avaram Senna, જૈવિક નામ:Senna auriculata) ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે. તે ભારત દેશમાં બધા જ પ્રદેશોમાં થાય છે. એનાં પીળાં સોનેરી રંગનાં ફુલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને માટે હિતકારક છે.

અળવી



અળવી: 

(અંગ્રેજી: Taro; વૈજ્ઞાનિક નામ: કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા) એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે. પુખ્ત ન થયેલા છોડનાં પાન તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. આમ તેમાં રહેલા કેલ્શિયમ ઓક્ઝોલેટ નામના ઘટકને કારણે થાય છે, આ ક્ષારના સ્ફટિકો સોયાકાર હોય છે અને તેથી તે ગળામાં ખંજવાળ પેદા કરે છે. જો કે આ ક્ષાર ખાદ્ય પદાર્થ બનાવતી વેળા ગરમ થવાથી નષ્ટ થઇ જતો હોય છે. અથવા તેને રાતભર ઠંડા પાણીમાં રાખી મુકવાથી પણ ઝેરી અસર નષ્ટ થઇ જતી હોય છે. અળવી અત્યંત પ્રસિદ્ધ અને સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની અનેક જાતો થાય છે: રાજાળુ, ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે. કેટલીક અળવીને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગીઓ બનાવાય છે. અળવીના પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે. અળવીની ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને ફરાળ તરિકે ખાવામાં આવે છે. અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે. અળવી રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત ઝાડા બંધ કરનારી અને વાયુ પ્રકોપ કરનારી વનસ્પતિ છે.
અળવી એ મૂળ દક્ષિણ ભારત અને અગ્નિ એશિયાની વતની છે. આફ્રિકા, પ્રશાંત મહાસાગરના દ્વિપો અને દક્ષિણ ભારતના અમુક ક્ષેત્રોમાં તે લોકોનો મૂળ ખોરાક છે. કોલોકેસિયા (Colocasia)નું ઉદ્ગમ ભારત-મલય ક્ષેત્ર મનાય છે પરંતુ તે પૂર્વ ભારત અને બાંગ્લાદેશથી લઈ અગ્નિ એશિયા, પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રો સુધી ફેલાયેલ છે. પશ્ચિમ તરફ તે ઈજીપ્ત અને પૂર્વી ભૂમધ્ય ક્ષેત્રથી લઈ પૂર્વ આફ્રીકા અને પશ્ચિમ આફ્રીકા સુધી ફેલાઈ છે. ત્યાંથી તે કેરેબિયન અને અમેરિકા પહોંચી હતી. અ વનસ્પતિનાં ઘણાં સ્થાનીક નામો છે. જ્યારે તેને સજાવટના વૃક્ષ તરીકે વપરાય છે ત્યારે તેને "એલીફન્ટ ઈયર્સ" (હાથીના કાન) તરીકે ઓળખવામાં આવે છે.

અશ્વગંધા



અશ્વગંધા : 


પરિચય :

અશ્વગંધા એક વનસ્પતિ છે જે ખાનદેશ, બરાર, પશ્ચિમ ઘાટ તથા અન્ય અનેક સ્થાનોમાં જોવા મળે છે. હિંદીમાં આ છોડને સામાન્ય રીતે અસગંધ કહેવામાં આવે છે. લેટિનમાં એનું નામ વિધાનિયા સોમ્નીફેરા છે. આ વનસ્પતિનો છોડ બે હાથ જેટલી ઊઁચાઈ ધરાવતો હોય છે. વિશેષ કરીને વર્ષા ઋતુમાં પેદા થાય છે, પરંતુ કેટલાંક સ્થાનો પર બારે માસ ઉગતા હોય છે. આ વનસ્પતિના છોડ પર અનેક શાખાઓ નિકળતી હોય છે અને ઘુંઘચી જેવા લાલ રંગનાં ફળ વરસાદના અંત અથવા શિયાળાના પ્રારંભમાં જોવા મળે છે. એનાં મૂળ લગભગ એક ફુટ લાંબા, મજબુત, ચિકણાં અને કડવાં હોય છે. બજારમાં ગાંધી જેને અશ્વગંધા કે અશ્વગંધાનાં મુળ કહીને વેચતા હોય છે, તે ખરેખર તેનાં મૂળ નહીં, પણ અન્ય વર્ગની વેલનાં મૂળ હોય છે, જેને લૈટિન ભાષામાં કૉન્વૉલ્વુલસ અશ્વગંધા કહેવામાં આવે છે. આ મૂળ ઝેરીલાં નથી હોતાં, પરંતુ અશ્વગંધાનાં મૂળ ઝેરીલાં હોય છે. અશ્વગંધાનો છોડ ચાર પાંચ વર્ષ જીવિત રહેતો હોય છે. તેનાં મૂળમાંથી અશ્વગંધા મળે છે, જે ખુબ જ પુષ્ટિકારક છે.

ગુણધર્મો :
રાજનિઘંટુ ગ્રંથમાં જણાવ્યા અનુસાર અશ્વગંધા ચરપરી, ગરમ, કડવી, માદક ગંધયુક્ત, બળકારક, વાતનાશક અને ખાંસી, શ્વાસ, ક્ષય તથા વ્રણને નષ્ટ કરનારી છે. તેનાં મુળ પૌષ્ટિક, ધાતુપરિવર્તક તથા કામોદ્દીપક છે; ક્ષયરોગ, બુઢાપાની દુર્બળતા તથા ગઠિયાના રોગમાં પણ આ લાભદાયક છે. અશ્વગંધા વાતનાશક તથા શુક્રવૃદ્ધિકર આયુર્વેદિક ઔષધિઓમાં મુખ્ય છે. શુક્રવૃદ્ધિકારક હોવાને કારણે આને શુક્રલા પણ કહેવામાં આવે છે.


અશ્વગંધાને આસન, આસંધ, અજગંધ અને ઢોરગુંજ અથવા આહન પણ કહેવામાં આવે છે. આ ખુબ જ સસ્તું છતાં ગુણોની દૃષ્ટીએ ખુબ જ ઉત્તમ ઔષધ છે. અશ્વગંધાનો છોડ પીલુડીને મળતો આવે છે. અશ્વગંધાના મુળમાં ઘોડા જેવી વાસ આવતી હોવાથી એને અશ્વગંધા કહે છે.


અશ્વગંધામાં બે ખુબ જ અગત્યના ગુણો છે. બૃંહણ અને બલ્ય. બૃંહણ એટલે વજન વધારનાર એટલે કે શરીરને પુષ્ટ કરનાર. બલ્ય એટલે બળ વધારનાર. અશ્વગંધામાં ઉંઘ લાવવાનો એક ત્રીજો ગુણ પણ છે.

અશ્વગંધા સ્વાદમાં તુરું, સહેજ તીખું, રસાયન, ધાતુપુષ્ટીકર, બળ આપનાર, કાંતી વધારનાર, વૃષ્ય એટલે કે મૈથુનશક્તી વધારનાર છે. તે વાયુના રોગો, શુક્રદોષ, ક્ષય, દમ-શ્વાસ, ઉધરસ, વ્રણ, સફેદ કોઢ, કફ, વીષ, કૃમી, સોજો, કંડુ એટલે કે ખંજવાળ, અને ત્વચા રોગોમાં ખુબ હીતાવહ છે.

અશ્વગંધા રસાયન, ધાતુવૃદ્ધીકર, કાંતીવર્ધક, વાજીકર અને દૃષ્ટી સ્વચ્છ કરનાર છે.
 શરીર ખુબ જ પાતળું-કૃશ પડી ગયું હોય તથા  વજન વધતું જ ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે.