Republic Day - 2019

31 May 2018

સુગરી /Weaver bird

સુગરી (Weaver bird)

કુદરતી ઇજનેરની ઓળખ ધરાવતું સુગરી પક્ષી આ રીતે માળાનું સર્જન કરે છે

વૈશ્વિકસ્તરે પક્ષીઓની નાતમાં ‘આર્કિટેકટ એન્જિનિયર’ની આગવી ઓળખ ધરાવનારા આ નર સુગરી ખૂબ જ ચતુરાઇપૂર્વક માળાનું સર્જન કરે છે. આ માળો બનાવવા ડાળીનો છેડો પસંદ કરવા પાછળ આ પક્ષીનો હેતુ હોય છે કે, સાપ જેવા કોઇ ઘાતક જીવ તેના ઘર સુધી પહોંચી ના શકે, સ્વાભાવિક છે કે, પાતળી ડાળીના છેડે વજનદાર સાપ જાય તો બેશક નીચે જ ભફફ...થાય અને માળામાં ભીની માટી રાખી આ ભેજાબાજ પવનથી પોતાના માળાને સુરક્ષા આપે છે, જેથી ભારે પવનમાં ઘાસથી બનેલો આ માળો ઉડી ન જાય. આ પક્ષીનું નામ સુગ્રહી શબ્દ પરથી પડ્યું છે, જેનો અર્થ સારું ઘર બનાવનાર થાય છે.

પ્રથમ દ્રષ્ટિએ જોતા જ ગમી જાય એવો આ વિશિષ્ટ રચના ધરાવતો માળો ત્રણ તબક્કે આકાર પામે છે તો અમુક નરનો માળો પ્રથમ તબક્કે જ માદા સુગરી ‘રિજેક્ટ’ કરે એટલે નાશ પામે છે. પ્રથમ તબક્કે વર્ષાઋતુની સીઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાળા વૃક્ષની ડાળીનો છેડો પસંદ કરે છે ત્યાર બાદ ઘાસની પત્તીઓ ભેગી કરીને આ ‘એન્જિનિયર’ પગ અને ચાંચ વડે ગૂંથી માળાને ગોળ પ્રકારનો આકાર આપે છે.

સુગરી સમાજના પક્ષીઓ પરસ્પર લગ્નગ્રંથિથી બંધાઇ રહેવાની પરંપરાની ગુલામી પસંદ કરતાં નથી, જેથી માદા સુગરી ‘નરને નહીં પણ ઘરને પસંદ કરે છે’ અને જો ઘર પસંદ પડે તો એને બનાવનાર આર્કિટેકટ નર પસંદ પડે જ ને !!! નર સુગરીનો માળો એટલે કે ઘર પસંદ પડતા એ ઘરમાં જઇ માદા સુગરી વસવાટ કરે છે અને બીજા તબક્કે મનમેળ પડ્યાથી લગ્નગ્રંથિ બંધાયેલા નર-માદા સુગરી પોતાના ઘરને પૂણઁ કરવામાં વ્યસ્ત બની જાય છે. વર્ષાઋતુ બાદ હાલનો સમયગાળો સુગરી પક્ષીના પ્રજનનકાળ માટે ઉત્તમ ગણાય છે

જૂન-જુલાઇની ગરમીની સીઝનમાં તેમના બચ્ચાઓ ભીની માટીવાળા માળામાં એ.સી.ની ઠંડી પામી ઉછેર પામે છે. હાલમાં ભુજ તાલુકાના લાખોંદ સહિતના અમુક ગામોમાં વિશાળ પ્રમાણમાં આ પક્ષીઓના ‘પરપિૂર્ણ બનેલા માળા’ ર્દશ્યમાન થાય છે. કોઇ માનવી એન્જિનિયર પણ આ માળાને જોઇ બોલી ઉઠે ‘વાહ રે આર્કિટેકટ તારી રચના....’
(દિવ્ય ભાસ્કર)