Republic Day - 2019

06 May 2018

Shikra / શકરો

Shikra: શકરો 


શિકારી કુળનું આ પક્ષી કદમાં કબુતર જેવડું છે. તેની પાંખો પીળાશ પડતી હોય છે. અને પાંખોમાં કાળા ટપકા જોવા માળે છે. તે ભૂખરો રંગ ધરાવે છે. શિકારને પકડવામાં અંત્યંત ચપળ હોય છે. તેના પાર વીજળીવેગે તરાપ મારીને પોતાના પંજામાં શિકારને પકડી લે છે. તેનો મુખ્ય ખોરાક ગરોળી, કાચીંડા, દેડકા, ઉંદર અને અન્ય નાના પ્રાણીઓ. તે કાંચિડા, નાનાં પક્ષી -અશક્ત બચ્ચાઓ, ઉંદર વગેરેને સિફતથી મારી શકે છે. અને પછી ઊંચા વૃક્ષનાં ડાળમાં બેસી પંજામાં શિકારને રાખીને તેને આરોગે છે.
તે ગામ,જંગલો અને ખેતરવાળા પ્રદેશોમાં જોવા મળે છે.તેનો પ્રજનન સમય માર્ચથીજૂન સુધીનો હોય છે.  ઊંચા વૃક્ષોની ઘટામાં, પાતળા ડાળાઓ પર  ડાળખીઓ, સાંઠીકળાઓવગેરેનો માંળો બનાવે છે. નર-માદા બંને માળો બનાવે અને બચ્ચા નું પોષણ કરે પણ ઈંડા સેવવાનું કાર્ય માદા જ કરે. એક વારમાં ૩-૪ ઈંડા મુકે. તે સફેદ રંગનાં બે નાનાં ઈંડા મુકે છે. તેનાં બચ્ચાઓ સફેદ સુંદર રૂંવાટીવાળા હોય છે. પછી જેમ જેમ મોટાં થતાં જાય તેમ તેનાં શરીરનો રંગ બદલાઈને સફેદ તથા કથ્થાઈ થાય છે. તે મિશ્ર રંગવાળા બની જાય છે. તેની ચાંચ અને નાખ (પંજા) તીક્ષણ અને મજબૂત હોય છે. પુખ્ત થતાં થોડો સફેદ - પીળાશપડતો રંગ ધારણ કરે છે. તેની ઉડવાની ઝડપ અને હવામાં ઊંચે-નોચે તથા ડાળીઓમાંથી પસાર થઇ જવાની ક્ષમતા વિચારમગ્ન બનાવી દે તેવી હોય છે.

પરિપક્વ થયા પછી પણ નર-માદા દેખાવે સરખા લાગે પણ તેમની ઓળખ તેમની આંખોના રંગ થી થાય. માદા ની આંખો પીળાશ પડતી હોય અને નર ની આંખો લાલાશ પડતી હોય. ચી..ચીવ...ચી... ચીવ એવો અવાજ કરે. (સૃષ્ટિમાંથી)