Republic Day - 2019

05 May 2018

Eurasian Thick-knee / નાનો ચકવો

Eurasian Thick-knee - નાનો ચકવો : 

કદ તેતરથી મોટું.
પોતાની આસપાસના વાતાવરણમાં ભળી જાય તેવા પક્ષીઓ – ચંડુલ, લાવરી, દશરથીયા જેવા પક્શીઓમાંનું એક પક્ષી છે – નાનો ચકવો. ઝાંખરાવાળી પડતર જમીન,સૂકાં નદીનાળા, પથરાળ જમીન અને ઝાડનાં નાનાં નાનાં ઝૂંડવાળા વિસ્તાર એ બધાં તેની રહેણાંક ભૂમિ. દિવસ આખો કોઈ એકાંત જગ્યાએ ઝાંખરાની આડશે કે ઝાડના છાંયે આરામ કરે. એ વખતે આસપાસની જમીન સાથે એવો ભળી જાય કે તેની હાજરી વરતાય નહિ. સાંજ ઢળે, ધરતી ઉપર અંધારું ઊતરવા માંડે એટલે નાનો ચકવો આળસ ખંખેરે. સાંજથી પરોઢ સુધીનો સમય એ તેનો પ્રવૃત્તિકાળ.
આખો દિવસ તે લગભગ મૂંગો રહે. અંધારું થયે બોલવાનું શરૂ કરે છે.
અવાજ બુલંદ. રાતના શાંત વાતાવરણમાં દૂર સુધી સંભળાય.
નાના ચકાવાનું શરીર ઉપરના ભાગે બદામી રંગનું. પણ તેમાં ઘેરા રંગની પુષ્કળ રેખાઓ.પેટાળ મેલું ધોળું. માથું મોટું. આંખો પણ મોટી અને સોનેરી પીળી. આંખ પાસે ઘેરી બદામી અને મેલી ધોળી જાડી રેખા. પાંખમાં દુલીયા અને ઘેરા બદામી પટ્ટા.ધીચન જાડા. નર માંદા સરખા.
ખોરાકે જીવાતભક્ષી. દાણા પણ ખાય.જમીન ઉપરથી ખોરાક મેળવે. મોટા ભાગે જોડીમાં ફરે.
[“આસપાસના પંખી” માંથી ]