Great thick knee - મોટો ચકવો :
કદ મરઘી જેવડું.
નાના ચકવાને ઓળખતા હો તો મોટા
ચકવાને પણ તરત ઓળખી શકાય. ચાંચની જેમ બીજી તરત ધ્યાન ખેંચતી તેની વિશેષતા છે તેની
લીલાશપડતી પીળી મોટી આંખો અને તેની આજુબાજુના બે સફેદ અને ત્રણ કાળા પટા. કપાળ
ધોળું. શરીરના ઉપલા ભાગનો રંગ રાખોડી બદામી જેવો. તેમાં કોઈ ભાત નથી. પાંખમાંનો
રાખોડી રંગ દેખાઈ આવે તેવો ઘેરો.પેટાળ ધોળું. પગ પીળાશ પડતા. ઉડે ત્યારે પાંખમાંના
કાળા અને ધોળા ધાબા નજરે ચડે. નારા માંદા દેખાવે સરખા. સ્થાનિક પંખી.
બંને ચકવાનો પ્રવૃત્તિકાળ
સમાન. સવારે અને સાંજે કે રાતના ચારો કરવા નીકળે. જલાશયોથી તે દૂર જતો નથી. દિવસે
આસપાસની ખુલ્લી જગ્યામાં આરામ કરે.સંધ્યાટાણું થતાં ખોરાક શોધવાની પ્રવૃત્તિ શરૂ
કરે.
[“પાણીના સંગાથી” માંથી ]