Republic Day - 2019

03 May 2018

Spotted Deer / ચિત્તલ

Spotted Deer (Sasan Gir)
ચિત્તલ,ચિત્તળ, ચિતલ, સ્પોટેડ ડિઅર, (Axis Axis)

ચિત્તળ- સ્પોટેડ ડિઅર એ હરણ કુળનું સૌથી સુંદર પ્રાણી છે. ચિત્તળ સોનેરી ભુખરા રંગના હોય છે અને તેના આખા શરીર ઉપર સફેદ રંગના ટપકાં જોવા મળે છે. તેન ઉંચાઇ 67થી 90સેમી તથા વજન 60થી 90 કિલો હોય છે. નર ચિત્તળને લાંબા અને જટિલ રચના ધરાવતા શિંગડા હોય છે, જે દર વર્ષે ખરી પડે છે. નવા ઉગતાં શિંગડાની બહારની સપાટી કઠોર હોય છે. સામાન્ય રીતે તે 10થી 30ના ટોળાંમાં જ જોવા મળેછે. આ પ્રાણી સવારે તેમજ સાંજે ખેતરો તેમજ જંગલની આસાપાસના વિસ્તારોમાં ચારો ચરવાનું પસંદ કરે છે અને બપોરે આરામ કરતાં નિહાળી શકાય છે. તેઓ જંગલના અન્ય પ્રાણીઓ જેવા કે વાંદરાઓ સાથે હળીમળીને સહઅસ્તિત્વ ધરાવે છે. ચિત્તળ રાત્રે વિશાળ મેદાની પ્રદેશમાં જૂથમાં આરામ ફરમાવે છે. ચિત્તળ મોટાં બિલાડી કુળના પ્રાણીઓ જેવા કે સિંહો અને દીપડાઓનો મુખ્ય આહાર છે.
માહિતી સ્રોત : Forests.guj.