Republic Day - 2019

25 May 2018

Saras crane

Saras crane:

સારસ કુંજ (સારસ ક્રેન) એ વિશ્વનું સૌથી ઉંચું ઉડતું પંખી છે, તે ઉભું રહે ત્યારે તેનું પૂર્ણ કદ 5”2’ થાય છે અને ભારતમાં જોવા મળતું તે એકમાત્ર કુંજ પક્ષી પણ છે. મોટાભાગે તે ભુખરા-રાખોડી રંગનું હોય છે અને તેના પગ, માથું તેમજ ચાંચ લાલ રંગની હોય છે. ડોકનો ઉપરનો ભાગ પણ લાલ રંગનો હોય છે. સારસ માદા તેમજ નર એકદમ સરખાં લાગે છે તેમજ બંનેને ઓળખવા સરળ નથી. તે જળસ્ત્રોતો, ડાંગરના ખેતરોની આસપાસ જોવા મળતું પક્ષી છે અને ડાંગરના તાજા ધરૂઓ- અંકુરો તથા તીડ જેવી જીવાતો તેમજ અનાજ તેનો મુખ્ય આહાર છે.
સારસ કુંજ (સારસ ક્રેન)આજીવન એક જ સાથી સાથે જોડી બનાવે છે અને રહે છે, જોકે તે માત્ર એક દંતકથા છે. સંવનન-સંવર્ધન કાળ અગાઉ સારસ કુંજ નાના જૂથમાં અને સમુદાયમાં જોવા મળે છે, પરંતુ સંવનન કાળ કે સંવર્ધન કાળ દરમયાન તે જોડીમાં જ જોવા મળે છે. તે ડાંગરના કુમળા ધરુઓ-કુપળો તેમજ ઘાસમાંથી મોટાભાગે જળસ્ત્રોતોની આસપાસની જમીન ઉપર માળો બનાવે છે. ગુજરાતમાં ખેડા, આણંદ તેમજ અમદાવાદ જિલ્લાનાં ડાંગરા ખેતરોમાં તેઓની વ્યાપક વસતી જોવા મળે છે.