ગિરનારી કાગડો (JUNGLE CROW)
સાચો કાળો કાગડો તે આ ગિરનારી કાગડો. એની લંબાઈ 17 ઇંચ એટલે 42 સે.મી. છે. તે ઘર કાગડા કરતા મોટો છે. અલબત્ત, ભારતની કેટલીક જાતમાં મોટી જાત થાય છે, પણ ગુજરાતમાં તો ઘર કાગડા જેવડો જ લાગે છે. પણ શરીરે ભરાવદાર લાગે ખરો. એ વન કાગડો કહેવાય છે. પણ ગામમાં બીજા કાગડાઓ સાથે જોવા મળે છે. તે ભાવનગરમાં જોવા મળે છે. ગોહિલવાડ ને સોરઠ, પોરબંદર ને ગીરમાં હોય એને ગીરનો કાગડો પણ કહે છે.
ગુજરાતની ઝાડીવાળા પ્રદેશમાં તો છે જ. એ ઘર કાગડાં જેવો ચોર નથી. તે ઘરમાં કે ઓશરીમાં આવતો નથી. ખોરાકમાં બધું જ ખાય છે. પણ માણસના ખોરાક માટે ઝપટ કરતો નથી. ફેંકી દીધેલું ખાય પણ ખરો. એનો અવાજ કર્કશ આવે છે. જો કે કર્કશ અવાજ કાઢી શકે છે ખરો, પણ કોમળ અવાજ અને જાતજાતની બોલ ઝાડની છાયામાં ડાળીએ બેઠો બેઠો કાઢ્યા કરે છે.
માળા મોટા, પ્યાલા ઘાટના, સાંઠી, ડાળીઓ, વાળના, નાળિયેરના રેસા વગેરેનો કરે છે. ને ઈંડાના રંગ ગમે તેવા હોય વાદળી, લીલા, પથરાળ રંગના. એમાં જાતજાતના છાંટણા, રેખા અને ધાબાં રતુંમડા કે બીજાં હોય. ચાંચથી પૂંછડી ને પગ સુધી આખોયે કાળો જ. રાખોડી કે બીજો કોઈ રંગ બીલકુલ નહીં પણ કાળા રંગમાં જાંબલી, વાદળી ને લીલી ઝાંઈ તરવરે ખરી.
ખોરાકમાં વડ - પીંપળના ટેટા - પેપા વગેરે ફળો ખાય છે.
Credit : Mukesh Bicycle