Republic Day - 2019

10 June 2018

comb duck /નકટો


Knob-billed duck/ comb duck – નકટો
Comb duck (Male)

Comb duck (Female)
 આપણી રહેવાસી બતકોમાં નકટો કદમાં સૌથી મોટો. નરનું ઉપરનું શરીર કાળું. તડકામાં વાદળી, જાંબલી અને લીલી ઝાંય તેમાં દેખાય. માથું અને ગળું સફેદ અને તેમાં કાળા ટપકાં. પેટાળ સફેદ. ખભાથી બંને બાજુએ છાતી તરફ કાળા પટ્ટા. તેવા જ કાળા પટ્ટા પૂંછડી પાસેના બંને પડખામાં. ચાંચ કાળી. તેની ઉપર અડધા નાનાં દડા જેવી કાળી માંસપેશી અને તેમાં પુષ્કળ સફેદ જીણા છાંટણા. પ્રજનન ઋતુ ચોમાસું. તે વખતે તે માંસપેશી વધીને મોટી થાય. બીજી ઋતુમાં થોડાક અવશેષ જેવી લાગે. પગ ભૂખરા કાળા. માદા કદમાં નરથી સારી પેઠે નાની અને રંગે ઝાંખી. છાતી અને પૂંછડી પાસેના કાળા પટા તેને નથી. ઝાડ ઉપર બેસી શકે. જમીન ઉપર સરળતાથી ચાલી શકે. છૂટી છવાઈ કે પાંચ પંદરની નાની ટોળીમાં ફરે. કાબરા દેખાવને લીધે દુરથી પણ ઓળખાઈ આવે. પાંખમાંનો પટો કાંસવરણો. મોટા શરીર અને લાંબી ડોકને લીધે તરતા હોય ત્યારે નકટા હંસ જેવા સોહામણા લાગે.
(પ્રકૃતિ પરિચય શ્રેણી ભાગ.૨માંથી સાભાર)