Republic Day - 2019

13 June 2018

કેરડાં



કેરડાં : 

કેરડાંનાં નાનાં ઝાડવાં થાય છે. એ મરુભુમીનું વૃક્ષ ગણાય છે. એ કાંટાવાળું ઝાડ છે. એને પાંદડાં હોતાં નથી. એનાં ફુલ રાતાં હોય છે અને ચણી બોર જેવડાં ફળ આવે છે, તેને કેરડાં કહે છે. ફળ પાકે ત્યારે લાલ થાય છે. લીલા રંગનાં કાચાં ફળોનું અથાણું અને શાક થાય છે.

કેરડાં કડવાં, તીખાં, તુરાં, ગરમ, રુક્ષ, મળ રોકનારાં, રુચીકારક, આફરો કરનાર, સ્વાદીષ્ટ પણ કડુચાં, કફ, વાયુ, આમ-ચીકાશ, સોજો, મળ-વાછુટની દુર્ગંધ મટાડનાર છે. હૃદય માટે સારાં, પ્રમેહ, હરસ-મસામાં ખુબ જ ઉપયોગી છે.

અથાણાંમાં કેરડાંનું વિશેષ મહત્ત્વ છે. કેરડાં આયુર્વેદનું ઉત્તમ ઔષધ છે. ગુજરાત કરતાં કચ્છ કાઠીયાવાડમાં તેનો વધુ ઉપયોગ થાય છે. વૈશાખ-જેઠમાં કેરડાં આવવા લાગે છે. કેરડાંનું અથાણું અને તેનું ચુર્ણ ડાયાબીટીસવાળાએ નીયમીત ખાવું જોઈએ. તે કફજ્વર, ઉધરસ, શરદી, દમ-શ્વાસ જેવા કફના રોગોમાં ખુબ હીતાવહ છે. પ્રમેહ અને મુત્રમાર્ગના રોગોમાં તથા અર્શ-મસામાં ખુબ જ હીતાવહ છે. સોજો અને કૃમીનો નાશ કરનાર છે. કેરડાંનો નીયમીત ઉપયોગ કરવાથી ઘણા વખતની જુની કબજીયાત દુર થાય છે. મળમુત્ર સાફ ઉતરે છે. પથરી, પ્રોસ્ટેટ જેવા મુત્રમાર્ગના રોગોમાં થતો મુત્રનો અવરોધ દુર થાય છે.