સફેદ છાતી સંતાકુકડી (WHITE BREASTED WATERHEN):
એક બીજી જળમૂરઘી પણ છે એને શ્વેત છાતી સંતાકુકડી કહે છે. કારણ કે ભડકે ત્યારે વાડ, છોડ કે ઘાસ રાડામાં સંતાઈ જવાની ટેવ છે. પણ અંગ્રેજી નામ પ્રમાણે એ જળમૂરઘી જ છે _’WHITE BREASTED WATER HEN.’ ‘વોટરહેન’ એટલે જળમુરઘી. કદ ૧૨ ઇંચ (૩૦ સે.મી.).
પાણીકિનારા પર ઉગતી વિવિધ વનસ્પતિ ઘાસમાં રહીને પોતાના બચ્ચાનો ઉછેર કરે છે. તે જૂનથી ઓકટોમ્બર માસમા પોતાના માળા બનાવી છ સાત ઈડાં મુકે જેમાથી લગભગ 20 દિવસ પછી મુરઘીના બચ્ચા જેવડા પણ એકદમ કાળા રંગ ના બચ્ચા નો જન્મ થાય. તે તેની માતા સાથે બહાર તળાવ કાઠે ફરતા તો પાણીમા તરતા નજરે પડે. આપણે ઘણી વખત જળ મુરઘી ને આપણા ઘર ના ઉકરડા સુધી પણ આવતા જોઇએ છીએ. તે ઉકરડા મા પડેલ વાસી ખોરાક અને જીવાત વીણી ખાય છે. તે ઘણી વખત આપણે ત્યાં ચોખા ના ખેતર ખુંદતા પણ જોવા મળતા હોય છે
ચહેરાનો આગલો ભાગ, કપાળ, દાઢી, ગાલ, ગળું ને છાતી સાવ સફેદ હોય છે અને પેટ રાખોડી દેખાય છે. સફેદ પૂંછડીની નીચે ઘેરો બજરિયો લાલ કાળાશ પડતો દાઝેલા જેવો રંગ આ એની ઓળખાણ. ઉપરના ભાગે માથાની પાછળથી પીઠ, પાંખો ને પૂંછડી લીલાશ પડતાં ઘેરાં રાખોડી. ચાંચ લીલી, મૂળમાં લાલ, આંખ લાલ, પગ પીળા લાંબા, આંગળા લાંબા હોય છે. પાણી કાંઠે કે પાણીમાં ઉગેલા ઘાસ વગેરે વનસ્પતિમાં ફર્યા કરે. તેનો ખોરાક, માળો વગેરે બીજી જળમુરઘીની જેમ જ. એને દવક કે દરક પણ કહે છે.
બોલતી વખતે તેની ટુંકી પૂંછ ઉપરતરફ રાખી પુવા-પુવા-પુવા ના અવાજ કાઢે ને ઘણી વખત કસમંયે પણ બોલતુ જોવા માળે છે. તે ભારત ભરમા વસવાટ કરી રહે છે.