Republic Day - 2019

21 June 2018

Great Crested Grebe / મોટી ચોટલી ડૂબકી



આંખ પરથી નીકળતા, કાળાશ પડતા પીંછાની તેને કલગી છે. ચોમાસું ઉતરતાં આપણે ત્યાં આવે ત્યારે સારૂ શરૂમાં ડોક ઉપર મફલર જેવા કથ્થાઈ તથા કાળાં પીંછાં અને નાજુક લાંબી ડોકને લીધે સહેલાઈથી તેને ઓળખી શકાય. ઉપરનું શરીર રાખોડી. પેટાળ ધોળું. ચાંચ અણીદાર. ચારેય ડૂબકીઓમાં આ વધારે દેખાવડી અને કદમાં મોટી. નર-માંદા સરખા.
બધી ડૂબકીઓને અણીદાર ચાંચ અને બાંડા જેવા દેખાવને લીધે બતકો કરતાં સહેલાઈથી જુદી ઓળખી શકાય.
શિયાળું નાની ડૂબકી, શિયાળું મોટી ડૂબકી અને મોટી ચોટલી ડૂબકી ચોમાસા બાદ યુરોપ અને સાઈબીરીયાથી અહીં આવે. શિયાળો ઉતરતાં પાછી જતી રહે. કેટલાક વર્ષોથી જામનગર પાસે ખીજડીયા અભયારણ્યમાં મોટી ચોટલી ડૂબકી પ્રજનન કરતી જોવા મળે છે.    
પાણીમાં તરનારા ઘણા પંખીઓની માફક ડૂબકીઓના શરીરમાં તેલગ્રંથી છે. તે પોતાની ચાંચ તેલગ્રંથી સાથે ઘસીને પોતાના પીંછામાં ફેરવે એટલે તેલવાળા થવાથી તે પાણીમાં ભીંજાતા નથી.    
 (પ્રકૃતિ પરિચય શ્રેણી ભાગ.૨માંથી સાભાર)