કાંકચ : પેટના
દર્દો મટાડનાર
કાંકચના ફળ - કાંચકા કુબેરની આંખો જેવા જ હોવાથી કુબેરાક્ષ
કહેવાય છે. કાંચકા આયુર્વેદીય ઔષધો વેચતા વેપારીને ત્યાં મળે છે. ખેતરની વાડ કરવા
ખેડુતો તેને ઉછેરે છે. કારણ કે તેની વેલ પર કાંટા હોવાથી ખુબ જ મજબુત અને અભેદ્ય
વાડ બને છે.
કાંચકા કડવા, તુરા, ઉષ્ણ અને શોધક છે તથા
કફ-પીત્તના હરસ, શુળ, સોજો, આધ્માન, વ્રણ, પ્રમેહ, કોઢ, કૃમી, રક્તસ્રાવી મસા, વાતાર્શ અને રક્તદોષોનો
નાશ કરે છે.