કમળ :રક્તપિત્ત મટાડનાર
કમળ આયુર્વેદનું એક
ઉત્તમ ઔષધ છે. એ શીતળ, મધુર, કફ અને પીત્તનો નાશ કરનાર, શરીરનો વર્ણ સુધારનાર, તરસ શાંત કરનાર, બળતરા તેમજ ઝેરની અસર
મટાડનાર,
પીત્તથી થનારી
ચામડીની અને લોહીની વીકૃતીઓ અને અમ્લપીત્ત વગેરેમાં ઉપયોગી છે. સફેદ કમળમાં શીતળતા
અને મધુર રસ અધીક હોવાથી પીત્તના રોગોની શાંતી માટે અતી ઉત્તમ છે. લાલ કમળમાં
રક્તના દોષોને દુર કરવાનો અને મૈથુનશક્તી વધારવાનો વીશેષ ગુણ છે.
કમળની પાંખડીઓ રસાયનમાં
શ્રેષ્ઠ,
શરીરને સુદૃઢ
કરનાર તથા વાળને કાળા કરનાર છે. અાધુનીક મત મુજબ કમળની પાંખડીઓ હૃદયને બળ આપનાર, રક્તસ્રાવને રોકનાર, પેશાબ વધારનાર તથા
પેશાબનો સ્વાભાવીક રંગ આપનાર છે.