Republic Day - 2019

01 March 2018

આમળાં



આમળાં : આયુષ્ય વધારનાર



આમળાં મુત્રલ, ઠંડાં અને રસાયન છે. આમળામાં ખારા રસ સીવાય બાકીના પાંચે પાંચ રસ છે. नित्यं आमलके लक्ष्मीઆમળામાં સદા લક્ષ્મીનો વાસ મનાય છે. આમળા વીષે કહેવાયું છે,
आदौ अंते च मध्ये च भोजनस्य प्रशस्यते |
नरत्ययं दोषहरं फलेषु आमलकी फलम् ||
ફળોમાં આમળાં શ્રેષ્ઠ હોવાથી ભોજનની શરુઆતમાં, મધ્યમાં અને ભોજનના અંતે (લીલાં, ચુર્ણ કે ચાટણ) આમળાં ખાવાં હીતાવહ છે.
આમળાના ખાટા રસથી વાયુ, મધુર રસ અને ઠંડા ગુણથી પીત્ત અને તુરા રસ અને લુખાપણાથી કફ મટે છે. એ ચામડી અને આંખ માટે સારાં છે. ઉપરાંત એ પચવામાં હલકાં, ભુખ લગાડનાર આહાર પચાવનાર, આયુષ્ય વધારનાર અને પૌષ્ટીક છે.
ત્વચારોગ, ગોળો, શોષ, અરુચી, પાંડુરોગ, હરસ, સંગ્રહણી, તાવ, હૃદયરોગ, ઉધરસ, શરદી, પ્રમેહ, સ્વરભંગ, કમળો, કૃમી, સોજા, સ્મૃતી અને બુદ્ધીનો પ્રમેહ આ બધામાં આમળાં હીતાવહ છે.


આમળાં રસાયન છે, અને એનાથી કોઈપણ રોગ મટાડી શકાય છે. નવા રોગોમાં તાજાં આમળાં અને જુના રોગોમાં સુકાં આમળાં અસરકારક હોય છે. બાળકોએ એક અને વયસ્કોએ રોજ બે આમળાં ખાવાં જોઈએ. લીલાં આમળાં ન મળે ત્યારે આમળાનું એક ચમચી બારીક ચુર્ણ સવાર-સાંજ લેવું જોઈએ.