આમલી: ખાદ્ય વાનગીની
માનીતી, ગ્રીસમ ઋતુનું ઉત્તમ ઔષધ
આમલી અમેરીકા, આફ્રીકા અને એશીયા ખંડના ઘણા દેશોમાં થાય છે. ભારતના ઘણા રાજ્યોમાં તે થાય છે. એના વૃક્ષો ઘણા
વીશાળ અને મોટા થાય છે. તેને વાવ્યા પછી સાત-આઠ વર્ષ પછી ફળ આવે છે. એ મહા-ફાગણમાં
પાકીને તૈયાર થાય છે. તેના ઠળીયાને કચુકા કહે છે. નવી આમલી કરતા જુની વધારે
પથ્યકારક અને હીતાવહ છે. તેના પાલાનું ખટમધરું શાક અને તેના ફુલોની ચટણી કરવામાં
આવે છે. આમલીનાં ફુલ ખાટાં, સહેજ તુરા, મોઢામાં પાણી લાવનાર, સ્વાદીષ્ટ, રુચીકર, ભુખ લગાડનાર તથા વાયુ અને પ્રમેહનો નાશ
કરનાર છે. તેનાં પાન સોજા અને રક્તદોષ અથવા લોહી બગાડનો નાશ કરનાર છે. પાકી આમલી
સ્વાદીષ્ટ, સારક, હૃદય માટે સારી, મળ રોકનાર, ભુખ લગાડનાર, રુચી ઉત્પન્ન કરનાર, કફ, વ્રણ, કબજીયાત માટે હીતાવહ છે.